________________
૪૭
ત્રીજે તેઉકાયના ભેદ.
તેઉકાયના બે ભેદ. ૧ સૂક્ષ્મ, ૨ બાદર. સૂક્ષ્મ તે આખા લોકમાં ભર્યા છે. હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, અગ્નિમાં બળે નહિ, પાણીમાં ડુબે નહિ, નજરે દેખાય નહિ, બે ભાગ થાય નહિ; તેને સૂક્ષ્મ તેજસ્કાય કહિયે.
બાદર તેઉકાય તે અઢી દ્વીપમાં છે. હણ્યા હણાય, માર્યા મરે, અગ્નિમાં બળે, પાણીમાં ડુબે, નજરે દેખાય, બે ભાગ થાય, તેને બાદર કહીએ. તે બાદર અગ્નિકાયના ૧૪ ભેદ. ૧ અંગારાની અગ્નિ, ૨ ભરહાડની અગ્નિ, ૩ તૂટતી જ્વાલાની અગ્નિ, ૪ અખંડ જ્વાલાની અગ્નિ, ૫ ઉંબાડાની અગ્નિ, ૬ ચકમકની અગ્નિ ૭ વીજળીની અગ્નિ, ૮ તારાની અગ્નિ, ૯ અરણીની અગ્નિ, ૧૦ વાંસની અગ્નિ, ૧૧ કાટકાની અગ્નિ, ૧૨ સૂર્યસામાં ચશ્મા ધરે તેમાંથી ઝરે તે અગ્નિ, ૧૩ દાવાનળની અગ્નિ ૧૪ નીંભાડાની અગ્નિ.
એ ઉપરાંત અગ્નિના ઘણા ભેદ છે. તે એક અગ્નિના તણખામાં ભગવંતે અસંખ્યાતા જીવ કહ્યા છે. તેમાંથી એકેકો જીવ નીકળીને ખસખસના દાણા જેવડી કાયા કરે તો એક લાખ જોજનનો જંબુદ્વીપ છે તેમાં સમાય નહિ. એક પર્યાપ્તની નેશ્રાએ અસંખ્યાત અપર્યાપ્ત છે. તેની દયા પાળીએ તો આ ભવ ને પરભવ નિરાબાધ પરમ સુખ પામીએ. તેઉકાયનું આયુષ્ય જઘન્ય અંતમૂહૂર્તનું ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિનું છે. તેનું સંસ્થાન સોયના ભારાના આકારે છે. તેઉકાયના કુળ ત્રણ લાખ ક્રોડ છે.
ચોથે વાયુકાયના ભેદ
વાયુકાયના બે ભેદ. સૂક્ષ્મ, ૨ બાદર
સૂક્ષ્મ તે, આખા લોકમાં ભર્યા છે, હણ્યા હણાય નહિ,