________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
વજ્ર હીરા તથા ધાતુનું આયુષ્ય બાવીશ હજાર વર્ષનું. એ રીતે છે. પૃથ્વીકાયનું સંસ્થાન મસુરની દાળના આકારે છે. પૃથ્વીકાયના કુળ બાર લાખ ક્રોડ છે. ઇતિ પૃથ્વીકાયના ભેદ. બીજે અપકાયના ભેદ.
૪
અપકાયના બે ભેદ. ૧ સૂક્ષ્મ, ૨ બાદર.
સૂક્ષ્મ તે આખા લોકમાં ભર્યા છે, હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ. બે ભાગ થાય નહિ, અગ્નિમાં બળે નહિ. પાણીમાં ડૂબે નહિ, નજરે દેખાય નહિ તેને સૂક્ષ્મ કહિયે.
બાદર તે લોકના દેશ ભાગમાં ભર્યા છે, હણ્યા હણાય, માર્યા મરે, અગ્નિમાં બળે, નજરે દેખાય, પાણીમાં ડુબે તેને બાદર કહિયે. તે બાદરના ૧૭ ભેદ. ૧ ઠારનું પાણી, ૨ હિમનું પાણી, ૩ ધૂયરનું પાણી, ૪ મેઘરવાનું પાણી, ૫ તૃણ ઉપર જામે તે પાણી, ૬ કરાનું પાણી, ૭ આકાશનું પાણી, ૮ ટાઢું પાણી, ૯ ઉનું પાણી, ૧૦ ખારૂં પાણી, ૧૧ ખાટું પાણી, ૧૨ લવણ સમુદ્રનું પાણી, ૧૩ મધુર રસ સરખું પાણી, ૧૪ દુધ સરખું પાણી, ૧૫ ઘી સરખું પાણી, ૧૬ શેલડીના રસ સરખું પાણી, ૧૭ સર્વ રસદ સરખું પાણી.
એ ઉપરાંત અપકાયના ઘણા ભેદ છે. તે એક પાણીના બિંદુમાંહી અસંખ્યાત જીવ શ્રી ભગવંતે કહ્યા છે. તેમાંથી એકેકો જીવ નીકળી સરસવના દાણા જેવડી કાયા કરે તો એક લાખ જોજનનો જંબુદ્વીપ છે તેમાં સમાય નહિ. એક પર્યાપ્તની નેશ્રાએ અસંખ્યાત અપર્યાપ્ત છે. તેની દયા પાળીએ તો આ ભવ ને પરભવ નિરાબાધ પરમસુખ પામીએ. અપકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહર્તનું ઉતકૃષ્ટ સાત હજાર વર્ષનું, સંસ્થાન પાણીના પરપોટા જેવું છે. કુળ સાત લાખ ક્રોડ છે, ઇતિ અપકાયના ભેદ.