________________
છ કાયના બોલ
૪૫
માટી, ૧૭ મણસીલની માટી, ૧૮ પારાની માટી, ૧૯ સરમાની માટી, ૨૦ પ્રવાલાની માટી, ૨૧ અબરખની માટી, ૨૨ અબરખના રજની માટી,
અઢાર જાતિનાં રત્ન, ૧ ગોમીચ રત્ન, ૨. રૂચક રત્ન, ૩ અંક રત્ન, ૪ સ્ફટીક રત્ન, ૫ લોહિતાક્ષ રત્ન, ૬ મકત રત્ન, ૭ મસારગલ રત્ન, ૮ ભૂઈમુચક રત્ન, ૯ ઈંદ્રનીલ રત્ન, ૧૦ ચંદ્રનીલ રત્ન, ૧૧ ગેરૂડી રત્ન, ૧૨ હંસગર્ભ રત્ન, ૧૩ પોલાક રત્ન, ૧૪ સૌગંધિક રત્ન, ૧૫ ચંદ્રપ્રભ રત્ન, ૧૬ વૈર્ય રત્ન, ૧૭ જલકાન્ત રત્ન, ૧૮ સુર્યકાન્ત રત્ન. એ ૪૭ જાતની પૃથ્વીકાય.
એ ઉપરાંત પૃથ્વીકાયના ઘણા ભેદ છે. સાત જાતની સુંવાળી પૃથ્વી, બાવીશ જાતના કાંકરા આદિ જાતની અને અઢાર જાતનાં રત્ન, ઇત્યાદિ ૪૭ જાતની પૃથ્વી સિદ્ધાંતમાં કહી છે. તે પૃથ્વીકાયના જુવાર તથા પીલુ જેટલા એક કટકામાંહી અસંખ્યાતા જીવ ભગવંતે કહ્યા છે. તેમાંથી એકેકો જીવ નીકળી પારેવા જેવડી કાયા કરે તો એક લાખ જોજનનો જંબુદ્વીપ છે તેમાં સમાય નહિં. એક પર્યાપ્તની નેશ્રાએ અસંખ્યાત અપર્યાપ્ત છે૧. તેની દયા પાળીએ તો આ ભવ ને પરભવ નિરાબાધ પરમ સુખ પામીએ. પૃથ્વીકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ જુદું જુદું છે તેની વિગત.
સુકુમાળ માટીનું આયુષ્ય એક હજાર વર્ષનું. શુદ્ધ માટીનું આયુષ્ય બાર હજાર વર્ષનું. વેળું રેતીનું આયુષ્ય ચઉદ હજાર વર્ષનું. મણસીલનું આયુષ્ય સોળ હજાર વર્ષનું. વર્ષનું.
કાંકરાનું આયુષ્ય અઢાર હજાર
=
૧. એક પર્યાપ્તાની નિશ્રાએ અસંખ્યાત પર્યાપ્તા – એક જીવ પર્યાપ્તો થાય ત્યારે ત્યાં જ બીજા સાથે ઉત્પન્ન થયેલા અસંખ્યાતા જીવો અપર્યાપ્તા જ મરે.