________________
४४
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ (૩) છ કાયના બોલ
(પન્નવણા સૂત્ર-પદ-૧) છકાયનાં નામ ૧ ઇંદ્ર સ્થાવર કાય, ૨ બ્રહ્મ સ્થાવર કાય, ૩ શિલ્પ સ્થાવર કાય, ૪ સુમતિ સ્થાવર કાય, પ પ્રજાપતિ સ્થાવર કાય, ૬ જંગમ કાય.
છકાયના ગોત્ર ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેજસ્કાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય, ૬ ત્રસકાય.
પ્રથમ પૃથ્વીકાયનો વિસ્તાર પૃથ્વીકાયના બે ભેદ ૧ સૂક્ષ્મ, ૨ બાદર, સૂક્ષ્મ તે આખાં લોકમાં ભર્યા છે, હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, અગ્નિમાં બળે નહિ, પાણીમાં ડૂબે નહિ, નજરે દેખાય નહિ, બે ભાગ થાય નહિ, તેને સૂક્ષ્મ કહિયે.
બાદર પૃથ્વીકાય. લોકના દેશભાગમાં ભર્યા છે, હણ્યા હણાય, માય મરે, અગ્નિમાં બળે, પાણીમાં ડૂબે, નજરે દેખાય, બે ભાગ થાય, તેને બાદર કહિયે, તે બાદર પૃથ્વીના બે ભેદ. ૧ સુંવાળી ૨ ખરખરી.
સુંવાળીના સાત ભેદ. ૧ કાળી માટી, ૨ નીલી માટી, ૩ રાતી માટી, ૪ પીળી માટી, ૫ ધોળી માટી, ૬ ગોપીચંદનની માટી, ૭ પરપડી માટી.
ખરખરીના બાવીસ ભેદ. ૧ ખાણની માટી, ૨ મરડીયા પાષાણની માટી, ૩ મોટી વેળુની માટી, ૪ પથ્થરના કટકાની માટી, ૫ મોટી શિલાઓની માટી, ૬ ખારાની માટી, ૭ લૂણની માટી, ૮ જસતની માટી, ૯ લોઢાની માટી, ૧૦ સીસાની માટી, ૧૧ ત્રાંબાની માટી, ૧૨ રૂપાની માટી, ૧૩ સોનાની માટી, ૧૪ વજ હીરાની માટી, ૧૫ હરીયાલની માટી, ૧૬ હીંગળોકની