________________
પચીસ ક્રિયા
૪૩ ૨૦. અણવતંખવત્તિયા ક્રિયા. ૧ આય શરીર અણવતંખવત્તિયા તે પોતાનાં હિતની ઉપેક્ષા કરી શરીર આદિને હાનિ પહોંચાડવાથી લાગે. ૨ પર શરીર અણવતંખવત્તિયા ક્રિયા તે બીજાનાં હિતની ઉપેક્ષા કરીને બીજાને હાનિ પહોંચાડવાથી લાગે. (આલોક-પરલોકની પરવા ન કરી અને લોક બગડે તેવા કાર્ય કરવાથી ક્રિયા લાગે.)
૨૧. પેન્જવત્તિયા ક્રિયા. ૧ માયાવત્તિયા તે રાગવશ માયા કપટ કરવાથી લાગે. ૨ લોભવત્તિયા તે રાગવશ લોભ કરવાથી લાગે.
૨૨. દોસવત્તિયા ક્રિયા. ૧ ક્કોહે તે દ્વેષ વશ ક્રોધ કરવાથી લાગે. ૨ માણે તે ષવશ માન કરવાથી લાગે.
૨૩. Lઉગ ક્રિયા. ૧ મણ Lઉગ ક્રિયા તે મનમાં યોગ અશુભ કરવાથી, ૨ વયપ્પઉગ તે વચનનાં યોગ અશુભ કરવાથી. ૩ કાયપ્યઉગ ક્રિયા તે કાયાનાં યોગ અશુભ કરવાથી ક્રિયા લાગે.
૨૪. સામુદાણિયા ક્રિયા. એક કામ ઘણાં જણ ભેગાં મળીને કરે જેમકે વેપાર, જાત્રા, મહોત્સવ, નાટક, સિનેમા જોવું વિ. પ્રસંગોમાં આ ક્રિયા લાગે. ૧ અણંતર સામુદાણિયા. તે અંતર રહિત ક્રિયા લાગે. ૨ પરંપર સામુદાણિયા તે અંતર સહિત ક્રિયા લાગે. ૩ તદુભય સામુદાણિયા તે અંતર સહિત અને અંતર રહિત ક્રિયા લાગે છે.
૨૫. ઈરિયાવહિયા ક્રિયા. કષાય રહિત જીવોને (વીતરાગીને) માત્ર યોગનાં પ્રવર્તનથી લાગતી ક્રિયા. તેનાં ત્રણ ભેદ. ૧ ઉપશાંત મોહ વીતરાગ, ૨ ક્ષીણ મોહ વીતરાગ, ૩ સયોગી કેવલી.
ઈતિ પચ્ચીસ ક્રિયા સંપૂર્ણ.