________________
૪૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ આનંદ પામે. (દૂધ, દહીં, ઘી, તેલ વિ. ના વાસણ ઉઘાડા રહી જતાં જીવહિંસા થાય તેની ક્રિયા લાગે તેવો અર્થ પણ કરવામાં આવે છે.)
૧૫. સાહલ્વિયા ક્રિયા. ૧ જીવ સાહત્યિયા તે કૂકડાં, સર્પ, હાથી વિ. જીવોને પોતાને હાથે હણે અથવા પરસ્પર લડાવે તથા મનુષ્યોને કુસ્તી કરાવે, ચાડી ચૂગલી કરી ઝઘડાં કરાવે તેની ક્રિયા લાગે છે. ૨ અજીવ સાહસ્થિયા તે અજીવ વસ્તુને સામસામે અફાળીને તોડે (તલવારથી લાકડી તોડે વિ.)
૧૬. નેસલ્વિયા ક્રિયા. ૧ જીવ નેસલ્વિયા તે જૂ, લીંખ, માંકડ જેવા ઝીણાં અથવા મોટાં જીવોને ફેકે તેમજ ફૂવારામાંથી પાણી છોડવાથી, વાવ કૂવા ખોદાવવાથી તેની ક્રિયા લાગે. ૨ અજીવ નેસન્ધિયા તે તલવાર, બાણ, લાકડી, પુસ્તક, પેન આદિ અજીવ વસ્તુ અયત્નાથી ફેકે તેનાથી લાગતી ક્રિયા.
૧૭. આણવણિયા ક્રિયા. જીવ આણવણિયા તે સજીવ વસ્તુ મંગાવે અથવા આજ્ઞા વગર ગ્રહણ કરે. ૨ અજીવ આણવણિયા તે અજીવ વસ્તુ મંગાવે અથવા આજ્ઞા વગર ગ્રહણ કરે.
૧૮. વેદારણિયા ક્રિયા. ૧ જીવ વેદારણિયા તે શાક, અનાજ, પશુ આદિ સજીવનાં ટુકડા કરવાથી લાગે. ૨ અજીવ વેદારણિયા તે મકાન, લાકડાં, વસ્ત્ર. કાગળ આદિ તોડે અથવા કષાય વશ થઈ કટકા કરે તેની ક્રિયા લાગે. (જીવ-અજીવનાં વ્યવહારમાં – બે વ્યક્તિને સમજાવી સોદા કરવાથી અથવા કોઈને ઠગવા માટે કોઈ વસ્તુની પ્રશંસા કરવાથી લાગે.)
૧૯. અણાભોગવત્તિયા ક્રિયા, ૧ અણઉત્ત આયણતા તે વસ્ત્ર, પાત્રાદિકને ઉપયોગ રતિ, અસાવધાનપણે, અત્નાએ ગ્રહણ કરવાથી અને પ્રતિલેખન " કરવાથી, રાખી મૂકવાથી ક્રિયા લાગે. ૨ અગાઉત્તપમજ્જતા તે ઉપયોગ વિના વસ્ત્ર, પાત્રાદિને પૂજે, અસાવધાનીથી પ્રતિલેખન કરવાથી લાગે.