________________
છ કાયના બોલ
૫૯
ફરે છે, (જે હસતું હોય તે હસતું રહેજો, રોતું હોય તે રોતું રહેજો, એમ કહે છે.) માટે તે વખતે જેમ તેમ ન બોલવું; પહાડ, પર્વત, ઝાડ ઉપર તથા ઝાડ નીચે એ આદિ ઘણી સારી મનને ગમે તેવી જગ્યાએ વાણવ્યંતર દેવો આવે છે તથા વસે છે.
ત્રીજે જ્યોતિષીના ભેદ. જ્યોતિષીના ૧૦ ભેદ. ૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર, ૫ તારા, એ પાંચ જ્યોતિષી અઢી દ્વીપ માંહી ચર છે; અઢી દ્વીપ બહાર પાંચે સ્થિર છે; તે જ્યોતિષીની ગાથા
તારા, રવિ, ચંદ, રિખ્ખા, બહુ, સુકા; જૂવ, મંગલ, સણીઆ; સગ સય નેઉઆ, દસ, અસિય ચઉં, ચઉં, કમસો તીયા ચઉસો. ૧
અર્થ - પૃથ્વીથી સાતસેં ને નેવુ જોજન ઉંચે જઈએ, ત્યારે તારાઓનાં વિમાન આવે, પૃથ્વીથી આઠસો જોજન જઈએ ત્યારે સૂર્યનું વિમાન આવે, પૃથ્વીથી આઠસો એંસી જોજન જઈએ ત્યારે ચંદ્રનું વિમાન આવે, પૃથ્વીથી આઠસો ચોરાશી જોજન જઈએ ત્યારે નક્ષત્રનાં વિમાન આવે, આઠસો અઠયાશી જોજન જઈએ ત્યારે બુધનો તારો આવે. આઠસો એકાણું જોજન ઉંચે જઈએ ત્યારે શુક્રનો તારો આવે, આઠસો ચોરાણું જોજન ઉંચે જઈએ ત્યારે બૃહસ્પતિનો તારો આવે, આઠસો સત્તાણું જોજન જઈએ ત્યારે મંગળનો તારો આવે, એ પૃથ્વીથી નવસો જોજન જઈએ ત્યારે શનિશ્ચરનો તારો આવે એ રીતે ૧૧૦ જોજન જ્યોતિષ ચક્ર જાણપણે છે. પાંચ ચર છે, પાંચ સ્થિર છે, પાંચ ચ૨ તે કોને કહિયે ? અઢી દ્વીપ માંહી છે તે ફરે છે. તેને પાંચ ચર કહિયે. પાંચ સ્થિર તે કોને કહિયે ? અઢી દ્વીપ બહાર છે. ફરતા નથી, સ્થિર છે. જ્યાં સૂર્ય ત્યાં સૂર્ય છે. જ્યાં ચંદ્ર ત્યાં ચંદ્ર છે. તેને પાંચ સ્થિર કહીએ.