________________ શ્રાવકના ત્રણ મનોરથ પહેલા મનોરથમાં શ્રાવ કજી એમ ચિંતવે છે કે અહો જીનેશ્વર દેવ! આ બાહ્ય અને આભ્યાંતર પરિગ્રહ, વિષય અને કષાયને વધારનાર છે. રાગ-દ્વેષના મૂળ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનો નાશ કરનારા છે. અઠાર પાપને વધારનાર, દુર્ગતિને દિનારા છે. સંસારમાં પરિભ્રમણ કરાવનારા છે. તેથી જ્યારે હું આરંભ અને પરિગ્રહ થોડો કે વધુ ઘટાડીશ કે ઓછો કરીશ. તે દિવસ મારો ધન્ય અને પરમ કલ્યાણકારી થશે. બીજા મનોરથમાં શ્રાવકજી એમ ચિતવે છે કે અહો જીનેશ્વરદેવ! ક્યારે હું ગ્રહવાસનો ત્યાગ કરી, સંસારનો ત્યાગ કરી, અઠાર પા ૫સ્થાનકનો ત્યાગ કરી, દ્રવ્ય અને ભાવથી મુકિત થઈન, દીક્ષા અંગી કાર કરીને, દશ પ્રકારનો સાધુધર્મ, સત્તર પ્રકારનો સંયમ પાળતો થ કો, વિતરાગ પ્રભુની આજ્ઞાનુસાર ચાલનારો બનું, તે દિવસ મારો ધન્ય અને પરમ કલ્યાણકારી થશે. ત્રીજા મનોરથ માં શ્રાવ કજી એમ ચિંતવે છે કે અહો જીનેશ્વર દેવ! જ્યારે હું ચારે આહારનો ત્યાગ કરી, અઠાર પા૫સ્થાનકનો ત્યાગ કરી, ભૂત કાળની ભૂલોની આલોચના કરી ૫ડી કમ્મી, નિંદી, નિ:શલ્ય થઈ બધા જીવોને ખમાવી અતિ પ્રેમથી પાલન પોષણ IIકરેલા, આ શરીરના મમત્વને હટાવીને, ચાર શરણ Uલિતો થકો પંક્તિ મરણે મરીશ તે દિવસ મારો ધન્ય અને પરમ કલ્યાણકારી થશે.