________________
૩૮
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ૨૬. ચાર પ્રકારે જીવ ધર્મ પામે નહીં - ૧ અહંકારી, ધર્મ ન પામે ૨. ક્રોધી, ઘર્મ ન પામે, ૩. રોગી, ધર્મ ન પામે, ૪. પ્રમાદી, ધર્મ ન પામે.
૨૭. લોકમાં ચાર ચીજો સરખી કહી છે - ૧. ઉડ નામે વિમાન ૨. શીમંતક નામે નરકાવાસો ૩. મનુષ્ય ક્ષેત્ર ૪. સિદ્ધશીલા-એ ચારે પીસ્તાલીસ લાખ જેજનમાં કહ્યા છે.
૨૮. લોકમાં ચાર વાનાં એક લાખ જમનાં કહ્યાં છે ૧. અપઠાણ નરકવાસો, સાતમી નરકે, ૨. પાલક વિમાન, પહેલા દેવલોક, ૩. જંબુદ્વીપ, ત્રીછા લોકે, ૪. સર્વાર્થ સિદ્ધ વિમાન, ઉંચે દેવલોકે.
૨૯. ચાર પ્રકારનાં ફળ કહ્યાં છે તે - ૧. એક બહાર કઠણ અને અંદર પોચું, તે નાળીએર. ૨. એક ફળ બહાર પોચું અને અંદર કઠણ, તે બોર. ૩. એક ફળ અંદર પોચું અને બહાર પણ પોચું, તે દ્રાક્ષ. ૪. એક ફળ અંદર કઠણ અને બહાર પણ કઠણ, તે સોપારી.
૩૦. એ રીતે ચાર પ્રકારના પુરૂષ જાણવા.- ૧. એક પુરૂષ ઉપરથી કઠોર બોલે પણ મનમાં પરિણામ ઘણાં નરમ તે માતા-પિતા અથવા ભણાવનાર. ૨ એક ઉપરથી મીઠું બોલે પણ મનમાં ઘણું કઠણ તે કપટી દુશ્મન અથવા ઓરમાન મા. ૩ એક પુરૂષ ઉપરથી મીઠું બોલે અને મનમાં ઘણું હિત રાખે, તે સાધુમુનિરાજ ૪ એક પુરુષ મોઢે કડવા બોલો અને પેટમાં પણ ખોટા વિચારો રાખે, તે પાપી જીવ.
૩૧. ચાર પ્રકારે ઉપમા - ૧. છતી વસ્તુને અછતી ઉપમા, તે નગરી દેવલોક સરખી ૨. અછતી વસ્તુને છતી ઉપમા તે છાશ, દૂધ જેવી. ૩. અછતી વસ્તુને અછતી ઉપમા, તે ચાર ગાઉના કૂવો વાળથી ભરીએ સો સો વરસે એક એક વાળ