________________
ચૌભંગી
F૩૯
કાઢીએ અને કૂવો ખાલી થાય ત્યારે એક પલ્ય થાય તે. ૪. છતી વસ્તુને ‘છતી ઉપમા, તે ગોળ સાકર જેવો.
૩૨. ચાર પ્રકારે નિર્જરા ૧ ઘણી વેદના અને થોડી નિર્જરા તે સાતમી નરકવાળાને. ૨ થોડી વેદના અને ઘણી નિર્જરા તે સામાન્ય સાધુને. ૩ ઘણી વેદના અને ઘણી નિર્જરા તે પડિમાધારી તથા જિન કલ્પી સાધુને. ૪ થોડી વેદના અને થોડી નિર્જરા તે અનુત્તર વિમાનના દેવતાને.
·
૩૩. ચાર ઠેકાણે કષાયનો વાસો ૧. ક્રોધનો વાસો કપાળમાં ૨. માનનો વાસો ગરદનમાં. ૩. માયાનો વાસો હૈયામાં. ૪ લોભનો વાસો સર્વાંગમાં.
૩૪. ચાર જાતની અક્કલ ૧. જાગે તો ચોર નાસે. ૨. ક્ષમા કરે તો ક્લેશ નાસે. ૩. ઉદ્યમ કરે તો દ્રારિદ્ર નાસે. ૪. ભગવાનની વાત સાંભળે તો પાપ નાસે.
-
-
૩૫. ચાર પ્રકારના જીવ ૧. એક સુખદુઃખ જાણે ને વેઢે તે ચાર ગતિના જીવ જાણવા. ૨. એક જાણે પણ વેદે નહીં, તે સિદ્ધના જીવ ૩ એક વેદે પણ જાણે નહીં, તે અસંશીના જીવ ૪. એક જાણે નહીં અને વેદે પણ નહીં, તે બેશુદ્ધ અથવા
અજીવ.
-
૩૬. ચાર પ્રકારના પુરૂષ ૧. એક પોતાના કર્મનો અંત કરે અને બીજાના કર્મનો પણ અંત કરાવે, તે તીર્થંકર. ૨. એક પોતાનાં કર્મનો અંત કરે પણ બીજાનાં કર્મનો અંત કરાવે નહીં, તે પડિમાધારી. ૩. એક પોતાનાં કર્મનો અંત ન કરે ને બીજાનાં કર્મનો અંત કરાવે, તે ચોથા ગુણસ્થાનવાળા સમષ્ટિ, ૪. એક પોતાનાં કર્મનો અંત ન કરે અને બીજાનાં કર્મનો પણ અંત ન કરાવે તે.