________________
ચૌભંગી
૩૭
તે તૂટ્યો સંધાય નહીં, તેમ સ્નેહ તૂટયો સંધાય નહીં ૨. એક વાંસની છાલ તૂટી કંઈક સંધાય તેમ સ્નેહ કાંઈક તૂટ્યો સંધાય. ૩. એક ઊનની દોરી તૂટી વિશેષ સંધાય; તેમ સ્નેહ તૂટયો સંધાય. ૪. એક ચામડાની તાંતનો તાર તૂટતાં ઘણી વાર લાગે અને સાંધો પણ લાગે.
૨૦. ચાર પ્રકારના પુરુષ - ૧. એક પોતાનો અવગુણ દેખે, પાકો ન દેખે. ૨. એક પાકો અવગુણ દેખે, પોતાનો ન દેખે. ૩. એક, પારકો અવગુણ પણ દેખે, અને પોતાનો પણ દેખે. ૪. એક પોતાનો અવગુણ પણ ન દેખે, અને પારકો પણ ન દેખે.
૨૧. ચાર પ્રકારે દેવતાની ગતિનો આવેલો જાણીએ
૧. ઉદારચિત્ત હોય. ૨. સુસ્વર કંઠ હોય. ૩. ધર્મનો રાગી હોય. ૪ દેવગુરૂનો ભક્ત હોય.
૨૨. ચાર પ્રકારે તિર્યંચ ગતિનો આવેલો ૧. અનાડી હોય, ૨. અસંતોષી હોય, ૩. ૪. મૂર્ખની સેવા કરે તથા ભૂખ ઘણી હોય.
જાણીએ કપટી હોય,
-
જાણીએ
૨૩. ચાર પ્રકારે મનુષ્ય ગતિનો આવેલો ૧. વિનીત હોય. ૨. નિર્લોભી હોય. ૩. દયા ધર્મ ઉપર હિતભાવ રાખનાર હોય, ૪. પરને વહાલો લાગે.
૨૪. ચાર પ્રકારે નારકીનો આવેલો જાણીએ હોય, ૨. પંડિતાઈ રહિત હોય, ૩. દયા રહિત કંકાસી હોય.
૧. ક્રોધી હોય, ૪.
૨૫. ચાર પ્રકારે કિલ્વિષી દેવતાનું આયુષ્ય બાંધે - ૧. તીર્થંકરના અવગુણ બોલે. ૨. ધર્મના અવગુણ બોલે. ૩. આચાર્ય - ઉપાધ્યાયના અવગુણ બોલે. ૪ ચતુર્વિધ સંઘના અવગુણ બોલે.