________________
૩૬
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ વહાલો પણ છે અને દઢતા પણ છે. ૩. એકને ધર્મ ઉપર દઢતા છે પણ ધર્મ વહાલો નથી, એટલે દરરોજ ધર્મ બની શક્તો નથી, અવસરે ધર્મનું કામ કરે છે. ૪. એકને ધર્મ વહાલો પણ નથી અને દઢતા પણ નહીં, તે પર્યુષણનાં પારણાં ખાનાર શ્રાવકો.
૧૫. ચાર પ્રકારનાં પુરુષ ૧. એક પુરુષ બહારથી નાહી ધોઈ ઊજળો પણ માંહી કપટ, મેલે કરીને સહિત. ૨ એક પુરુષ, બહાર મેલો પણ માંહી નિર્મળો. ૩ એક પુરુષ બહાર પણ ઉજળો અને માંહી પણ ઊજળો. ૪ એક પુરૂષ, બહાર પણ મેલો અને માંહી પણ મેલો.
૧૬. ચાર પ્રકારના પુત્ર • ૧. એક પુત્ર, પિતા થકી અધિક, તે ઋષભદેવના પુત્ર ભરતની પેરે. ૨. એક પુત્ર, પિતાથી હીન, તે ભરતેશ્વરના પુત્રની પેરે. ૩. એક પુત્ર, પિતાતુલ્ય તે - આદિત્ય જશાના પુત્રની પેરે. ૪. એક પુત્ર, પિતાને કલંકરૂપ. તે કુંડરીકવત.
૧૭. ચાર પ્રકારનારોગ - ૧. એક, દેખાવમાં દુષ્ટ પણ વેદના થોડી છે, તે મેદનો રોગ. ૨. એક, દેખાવમાં દુષ્ટ નહીં પણ વેદના ઘણી તે કંઠમાળનો રોગ. ૩ એક દેખાવમાં દુષ્ટ અને વેદના પણ ઘણી, તે પેટશૂળનો રોગ. ૪ એક, દેખાવમાં દુષ્ટ નહીં અને વેદના પણ નહીં, તે શૂન્ય ચિત્તનો રોગ.
૧૮. ચાર પ્રકારની દીક્ષા - ૧. એક સિંહની પેરે વ્રત લે અને સિંહની પેરે પાળે, તે ભરતેશ્વરની પેરે. ૨. એક સિંહની પેરે વ્રત લે અને શિયાળ જેવો થઈ વ્રત મૂકે, તે કુંડરિકની પેરે. ૩. એક શિયાળની પેરે વ્રત્ત લે અને સિંહની પેરે વ્રત પાળે, તે અંગાર મદન આચાર્યના શિષ્યની પેરે. ૪. એક શિયાળની પેરે વ્રત લે અને શીયાળ પેરે પાળે, તે કાલકાચાર્યના શિષ્યની પેરે.
૧૯. ચાર પ્રકારના સ્નેહ - ૧. એક, સુંઠના તરણાનો તાર