________________
ચૌભંગી
૩૫
મેઘ. એ દગંત, પુરૂષ ઉપર ઉતારે છે. ૧. સંજતી રાજાએ તથા ગજસુકુમારે એકવાર દેશના સાંભળી, રાજ્ય છોડી દીક્ષા લીધી ૨. પરદેશી રાજા કેશીકુમારની એકવાર વાણી સાંભળી બાવ્રત - ધારી થયા. ૩. શ્રેણિક રાજા, એકવાર વાણી સાંભળી સમકિતી થયા. ૪. પાંચમા આરાના જીવ ઘણીવાર સાંભળે પણ દઢતા રહેવી ઘણી કઠણ, કારણ કે સાંભળે ત્યાં સુધી દઢતા. એ ચોથા મેઘ સમાન જાણવા.
૧૨. ચાર પ્રકારનાં બળ - ૧. એક એક જીવને તપશ્યાનું બળ છે પણ આહારનું બળ નહીં. ૨. એક એકને આહારનું બળ છે પણ તપશ્યાનું બળ નહી. ૩. એક એકને આહારનું બળ છે અને તપશ્યાનું પણ બળ છે. ૪. એક એકને આહારનું બળ પણ નથી અને તપશ્યાનું બળ પણ નથી તે માંદો.
૧૩. ચાર પ્રકારનાં ગોળા - ૧. એક માખણનો ગોળો તે તડકે તરત ઓગળી જાય તેમ એક એક પુરુષ કોઈનાં માઠાં વચન સાંભળી તરત ધર્મ છોડી દે. ૨. એક લાખનો ગોળો તે તડકે ઓગળે નહીં પણ અગ્નિ પાસે મૂકીએ તો તે ઓગળી જાય, તેમ એક એક પુરુષ વચન સાંભળી ધર્મ છોડે નહીં પણ ગાળ, મહેણા સાંભળી, ધર્મ છોડી દે. ૩. એક લાકડાનો ગોળો તે તડકે, અગ્નિની પાસે મેલ્યો ઓગળે નહીં, પણ અગ્નિમાં નાંખ્યો બળે, તેમ વચન સાંભળી ધર્મ મૂકે નહીં. મારક્ટ કરે તે વારે ધર્મ છોડે. ૪. એક માટીનો ગોળો; તે તાપમાં નાંખે તે વારે વિશેષ પાકો થાય, પણ ઓગળે નહીં, તેમ એક પુરુષ ને કોઈ દુઃખ દે ત્યારે ધર્મમાં વધારે દઢતા થાય, પણ ધર્મ મૂકે નહીં, કામદેવ શ્રાવકવતું.
૧૪. ચાર પ્રકારના પુરુષ - ૧ એક પુરૂષને ધર્મ વહાલો છે પણ દઢતા નહીં. આપદા વખતે નાસી જાય ૨ એકને ધર્મ