________________
૩૪.
અને અજરૂર
અજરૂરિશ્વત એક જરિ
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ અભિમાન પણ કરે. ૪ એક પુરુષ દાન પણ આપે નહીં અને અભિમાન કરે નહીં.
૯. ચાર પ્રકારના મેઘ - એક મેઘ કાળે વરસે, પણ અકાળે વરસે નહીં. ૨. એક મેઘ અકાળે વરસે, પણ કાળે વરસે નહીં ૩. એક કાળે પણ વરસે અને અકાળે પણ વરસે ૪. એક, કાળે પણ વરસે નહીં અને અકાળે પણ નહીં. એવી રીતે ચાર પ્રકારના પુરૂષ કહ્યા, તે કહે છે. ૧. - એક પુરૂષ માગે તેને દાન આપે પણ માગે નહીં, તેને દાન આપે નહીં. ૨. એક પુરુષ જરૂરિયાત ન હોય તેને દાન દે, પણ જરૂરિયાતવાળાને દાન દે નહીં. ૩. એક જરૂરિયાતવાળાને દાન દે અને અજરૂરિયાતવાળાને પણ દાન દે. ૪. એક જરૂરિયાતવાળાને દાન દે નહીં અને અજરૂરિયાતવાળાને પણ દાન દે નહીં.
૧૦. ચાર પ્રકારના મેઘ - ૧. એક મેઘ ક્ષેત્રમાં વરસે પણ ખારમાં વરસે નહીં. ૨. એક ખારમાં વરસે, પણ ક્ષેત્રમાં વરસે નહીં, ૩. એક ક્ષેત્રમાં વરસે અને ખારમાં વરસે, ૪. એક ક્ષેત્રમાં પણ વરસે નહીં અને ખારમાં પણ વરસે નહીં. એ રીતે ચાર પ્રકારના પુરુષ જાણવા ૧. એક પુરુષ, સુપાત્રને દાન દે, પણ કુપાત્રને દાન દે નહીં ૨. એક પુરૂષ, કુપાત્રને દાન દે, પણ સુપાત્રને દે નહીં ૩. એક પુરૂષ સુપાત્રને દાન દે અને કુપાત્રને પણ દાન દે ૪. એક પુરુષ સુપાત્રને દાન દે નહીં અને કુપાત્રને પણ દાન દે નહીં, તે કૃપણ.
૧૧. ચાર પ્રકારના મેઘ કહ્યા - ૧. એક મેઘ એકવાર વરસે અને તેમાં દશ હજાર વર્ષ સુધી અન્ન નીપજે ૨. એક મેઘ એક વાર વરસે અને હજાર વર્ષ સુધી અન્ન નીપજે. ૩. એક મેઘ એકવાર વરસે અને દશ વર્ષ સુધી અન્ન નીપજે ૪. એક મેઘ ઘણીવાર વરસે અને એકવાર ધાન્ય નીપજે. તે પાંચમા આરાનો