________________
બાર પ્રકારનાં તપ
૬૧૫
આર્તધ્યાનના ૪ ભેદ - ૧ અમનોજ્ઞ (અપ્રિય) વસ્તુનો વિયોગ ચિંતવે. ૨ મનોજ્ઞ (પ્રિય) વસ્તુનો સંયોગ ચિંતવે. ૩ રોગાદિથી ગભરાય. ૪ વિષય ભોગોમાં આસકત બની રહે. તેની વૃદ્ધિથી દુઃખી થાય. ચાર લક્ષણ ૧ આક્રંદ કરે, ૨
શોક કરે, ૩ રૂદન કરે,
વિલાપ કરે.
-
રૌદ્રધ્યાનના ૪ ભેદ - હિંસામાં, અસત્યમાં, ચોરીમાં અને ભોગોપભોગમાં આનંદ માને. ચાર લક્ષણ ૧ જીવહિંસાનો, ૨ અસત્યનો, ૩ ચોરીનો, થોડો ઘણો દોષ લગાડે, ૪ મરણ પથારી પર પણ પશ્ચાતાપ ન કરે.
–
·
·
ચાર પાયા
ધર્મધ્યાનનાભેદ : ૧ જિનાજ્ઞાનો વિચાર, ૨ રાગદ્વેષ ઉત્પત્તિનાં કારણોનો વિચાર, ૩ કર્મવિપાકનો વિચાર, ૪ લોક સંસ્થાનનો વિચાર.
ચાર રૂચિ ૧ તીર્થંકરની આજ્ઞા આરાધવાની રૂચિ, ૨ શાસ્ત્રશ્રવણની રૂચિ, ૩ તત્ત્વાર્થશ્રદ્ધાની રૂચિ, ૪ સૂત્ર સિદ્ધાંત ભણવાની રૂચિ. ચાર અવલંબન ૧ સૂત્ર સિદ્ધાંતની વાંચણી લેવી દેવી. ૨ પ્રશ્નાદિ પૂછવા, ૩ ભણેલા જ્ઞાનને ફેરવવું, ૪ ધર્મકથા કરવી. ચાર અનુપ્રેક્ષા ૧ પુદ્ગલને અનિત્ય નાશવંત જાણે, ૨ સંસારમાં કોઈ કોઈને શરણ નથી એમ ચિંતવે. ૩ હું એકલો છું એમ ચિંતવે. ૪ સંસાર સ્વરૂપ વિચારે. એ ધર્મધ્યાનના ૧૬ ભેદ થયા.
-
શુકલ ધ્યાનના ૧૬ ભેદ કહે છે ચાર પાયા ૧ પદાર્થોમાં દ્રવ્ય, ગુણ, પર્યાયનો વિવિધ પ્રકારે વિચાર કરે. ૨ એક પુદ્ગલના ઉન્માદાદિ વિચાર બદલે નહિ. ૩ સૂક્ષ્મ ઇર્યાવહિ ક્રિયા લાગે પણ અકષાયી થવાથી બંધ ન પડે. ૪ સર્વ ક્રિયાનો છેદ કરી અલેશી બને. ચાર લક્ષણ ૧ જીવને શિવરૂપ શરીરથી જુદો જાણે. ૨ સર્વસંગને ત્યાગે. ૩ ચપળપણે ઉપસર્ગ
·