________________
૧૪
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ કરવી નહિ, એમનું બહુમાન કરવું, એમના ગુણકીર્તન કરી લાભ લેવો. એ જ્ઞાન વિનય જાણવો.
ચારિત્ર વિનયના ૫ ભેદ - પાંચ પ્રકારના ચારિત્રવાનનો વિનય કરવો.
યોગ વિનયના ૬ ભેદ - મન, વચન, કાયા, એ ત્રણે પ્રશસ્ત અને અપ્રશસ્ત, એમ છ પ્રકારે છે; તેનો વિસ્તાર અપ્રશસ્ત કાયા વિનયના ૭ પ્રકાર - અયત્નાથી ચાલે, બોલે ઉભો રહે, બેસે શયન કરે, ઇન્દ્રિયો મોકળી મૂકે તથા અંગોપાંગ માઠાં પ્રવર્તાવે એ સાતે અયત્નાથી કરે તે અપ્રશસ્ત વિનય અને યત્નાપૂર્વક સઘળા) પ્રવર્તાવે તે પ્રશસ્ત વિનય.
વ્યવહારવિનયના ૭ ભેદ • ૧ ગુર્નાદિના વિચાર મુજબ પ્રવર્તે, ૨ ગુરૂ આદિની આજ્ઞા પ્રમાણે વર્તે, ૩ ભાત - પાણી આદિ લાવી આપે, ૪ ઉપકાર યાદ લાવીને કૃતજ્ઞતાપૂર્વક સેવા કરવી, ૫ ગુર્નાદિની ચિંતા - દુઃખ જાણીને દૂર કરવા પ્રયત્ન કરે, ૬ દેશ કાળ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે, ૭ નિંદ્ય (કોઈને ખરાબ લાગે તેવી) પ્રવૃત્તિ ન કરે.
૩. વૈયાવચ્ચ (સેવા) તપના ૧૦ ભેદ છેઃ - ૧ આચાર્યની, ૨ ઉપાધ્યાયની, ૩ નવદીક્ષિતની, ૪ રોગીની, ૫ તપસ્વીની, ૬ સ્થવિરની, ૭ સ્વધર્મીની, ૮ કુલની, ૯ ગણની, અને ૧૦ સંઘની - વૈયાવચ્ચ (સેવાભક્તિ) કરવી.
૪. સ્વાધ્યાય તપના ૫ ભેદ છે - ૧ સૂત્રાદિની વાંચના લેવી દેવી. ૨ પ્રક્ષાદિ પૂછીને નિર્ણય કરવો. ૩ ભણેલા જ્ઞાનને હમેશાં ફેરવતા રહેવું. ૪ સૂત્ર - અર્થનું ચિત્ન કરતા રહેવું. ૫ પરિષદામાં ૪ પ્રકારની ધર્મસ્થા કહેવી.
૫, ધ્યાન તપના ૪ ભેદ છે - આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન,