________________
૬૧૬
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ સહે. ૪ મોહરહિત વર્તે. ચાર અવલંબન - ૧ પૂર્ણ ક્ષમા, ૨ પૂર્ણ નિર્લોભતા, ૩ પૂર્ણ સરળતા, ૪ પૂર્ણ નિરભિમાનતા ચાર અનુપ્રેક્ષા : ૧ પ્રાણાતિપાત આદિ પાપનાં કારણ ચિંતવે. ૨ પુદ્ગલની અશુભતા ચિંતવે. ૩ અનંત પુદ્ગલ પરાવર્તનનું ચિંત્વન કરે, ૪ દ્રવ્યના પલટતા પરિણામ ચિંતવે.
૬. કાયોત્સર્ગ તપનાં બે ભેદ – ૧ દ્રવ્ય કાયોત્સર્ગ, ૨ ભાવ કાયોત્સર્ગ. દ્રવ્ય કાયોત્સર્ગના ૪ ભેદ છે. ૧ શરીરના મમત્વનો ત્યાગ કરે, ૨ સંપ્રદાયનાં મમત્વનો ત્યાગ કરે, ૩ વસ્ત્ર - પાત્રાદિ ઉપકરણનું મમત્વ ત્યાગે, ૪ આહાર પાણી આદિ પદાર્થોનો મમત્વ ત્યાગે. ભાવ કાયોત્સર્ગના ૩ ભેદ છે (૧) કષાય કાયોત્સર્ગ (કષાયનો ત્યાગ કરવો તે) (૨) સંસાર કાયોત્સર્ગ (૪ ગતિમાં જવાનાં કારણો બંધ કરવાં તે), (૩) કર્મ કાર્યોત્સર્ગ (૮ કર્મબંધનાં કારણો જાણીને ત્યાગ કરે). એ રીતે કુલ બાર પ્રકારના ૩૫૪ ભેદ ઉવવાઈ સૂત્રથી જાણવા.
ઇતિબાર તપનો વિસ્તાર સંપૂર્ણ
| (૯૯)રોહા મુનિના પ્રશ્નોત્તર. શ્રી ભગવતી સૂત્રના શતક ૧લાના ઉદ્દેશા છઠ્ઠાનો અધિકાર.
સરળ અને ભદ્રિક પ્રકૃતિવાળા, ઉપશાંત કષાયી રોહા મુનિ જ્ઞાન ધ્યાનમાં રમણતા કરતા હતા. એકદા તેમણે પ્રભુ મહાવીરને નીચેના પ્રશ્નો કર્યા પ્રભુએ તેના શા જવાબ આપ્યા ? એ પ્રશ્નોત્તર નીચે મુજબ :
પ્ર૦ - હે ભગવાન્ ! પહેલાં લોક થયો કે અલોક? ઉ૦ – જે પદાર્થની આદિ કે અંત ન જ હોય તેને પહેલાં કે