________________
સોપક્રમ - નિરૂપક્રમ
પ૮૯ (૮૫) સોપક્રમ - નિરૂપક્રમ. શ્રી ભગવતી સૂત્ર શતક ૨૦ માના ઉદ્દેશા ૧૦ માનો અધિકાર.
સોપક્રમ આયુષ્ય ૭ કારણથી તૂટી શકે છે. ૧. અધ્યવસાય - અતિ હર્ષ, શોક, ભયથી, ૨ નિમિત્ત શસ્ત્ર દંડ વિ. નિમિત્તથી, ૩.આહારે વધારે કે પ્રતિકૂળ આહારથી, ૪. વેદના – પ્રાણનાશક વેદના થવાથી, ૫. પરાઘાત - ખાડામાં પડવાથી કે વૃક્ષ, મકાન પર પડી જવાથી, કે પીડા થવાથી, ૬. સ્પર્શ - સાપ વિ. ઝેરી પ્રાણી કરડવાથી. ૭. શ્વાસોચ્છવાસ રૂંધાવાથી મરે.
નિરૂપક્રમ આયુષ્ય બાંધેલ પૂરું આયુષ્ય ભોગવે વચ્ચે તૂટે નહિ. જીવ બન્ને પ્રકારના આયુષ્યવાળા હોય છે.
(૧) નારકી, દેવતા, જુગલ તીર્થંચ, જુગલ મનુષ્ય, તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ એમના આયુષ્ય નિરૂપક્રમી હોય છે. શેષ સર્વ જીવોના બન્ને પ્રકારે છે.
(૨) નારકી સોપક્રમ (સ્વહસ્તે શસ્ત્રાદિથી) ઉપજે, પર ઉપક્રમથી કે વિના ઉપક્રમથી ? ત્રણે પ્રકારથી. મતલબ કે, મનુષ્ય - તિર્યચપણે જીવે નર્કનું આયુષ્ય બાંધ્યું હોય તે મરતી વખતે પોતાના હાથે, બીજાના હાથે અથવા આયુષ્ય પૂર્ણ થયે મરે. એમ ૨૪ દંડક જાણવા.
(૩) નારકી નથી નીકળે તે સ્વોપક્રમથી, પરોપક્રમથી કે વિના ઉપક્રમથી ? વિના ઉપક્રમથી. એવં ૧૩ દેવતાના દંડકમાં પણ વિના ઉપક્રમથી ચવે. પાંચ સ્થાવર. ત્રણ વિલેંદ્રિય, તિર્યંચ પંચેંદ્રિય અને મનુષ્ય એ ૧૦ દંડકના જીવો ત્રણે ઉપક્રમથી ચવે.
(૪) નારકી સ્વાત્મઋદ્ધિ (નરકા, આદિ)થી ઉત્પન્ન થાય કે પરદ્ધિથી ? સ્વઋદ્ધિથી. અને નીકળે (ચવે) પણ સ્વઋદ્ધિથી એવું ૨૩ દંડકમાં જાણવું.