________________
૫૮૮
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ નિયમા ત્રીજા ભાગનું આયુષ્ય શેષ રહેતાં આયુષ્ય બાંધે અને સોપક્રમી આયુષ્યના ત્રીજા, નવમાં, સત્યાવીશમાં, એકયાશીમાં, ૨૪૩ મા ભાગમાં કે છેવટના અંતર્મુહૂર્તમાં પરભવનું આયુષ્ય બાંધે. આયુષ્ય કર્મ સાથે જ છ બોલ (જાતિ, ગતિ, સ્થિતિ, અવધેણા, પ્રદેશ અને અનુભાગ)નો બંધ થાય છે.
સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના એકેક જીવ ઉપરના છ બોલોનો બંધ કરે. (૨૫૪૬=૧૫૦) એમજ ઘણા જીવો બંધ કરે. ૧૫૦+૧૫૦=300; ૩૦૦ નિદ્ધત અને ૩૦૦ નિકાચિત બંધ થાય, એમ ૬૦૦ ભાંગા (પ્રકાર) નામ કર્મ સાથે, ૬૦૦ ગોત્ર સાથે અને ૬૦૦ નામ ગોત્ર (એકઠા) સાથે લગાડવાથી આયુષ્ય કર્મના ૧૮૦૦ ભાંગા થયા.
જીવ જાતિ નિદ્ધત આયુષ્ય બાંધે છે; તે ગાય પાણીને ખેંચીને પીએ તેમ આકર્ષે છે; કેટલી આકર્ષણાથી પુદ્ગલ ગ્રહણ કરે છે, તે વખતે ૧-૨-૩ ઉત્કૃષ્ટ ૮ આકર્ષણા કરે છે. તેનો અલ્પબદુત્વ - સૌથી થોડા જીવ ૮ આકર્ષણા કરનારા તેથી ૭ આકર્ષણા કરનારા જીવો સંખ્યાતગણા, તેથી ૬ આકર્ષણ કરનારા સંખ્યાતગણા, તેથી ૫-૪-૩-૨ અને ૧ આકર્ષનારાથી આયુ બાંધનારા ક્રમશઃ સંખ્યાત સંખ્યાતગણા.
જેમ જાતિ નામ નિદ્ધતનો સમુચ્ચય જીવ અપેક્ષા અલ્પબદુત્વ બતાવ્યો છે, તેમજ ગતિ આદિ ૬ બોલોનો અલ્પ બ૦ ૨૪ દંડક પર થાય. એમ ૧૫૦નો અલ્પબદુત્વ યાવત્ ઉપરના ૧૮૦૦ ભાંગાનો અલ્પબદુત્વ કરી લેવો.
ઇતિ આયુષ્યના ૧૮૦૦ ભાગા સંપૂર્ણ