________________
આયુષ્યના ૧૮૦૦ ભાંગા
૫૮૭ (૪) પ્રહ્માદિ પૂછવા, (૫) વસ્તુ - તત્ત્વ - પ્રરૂપણા કરવી, (૬) પ્રત્યાખ્યાનાદિ કરવા, (૭) આગલાની ઇચ્છાનુસાર બોલવું જહાસુહ, (૮) ઉપયોગ શૂન્ય બોલવું, (૯) ઇરાદાપૂર્વક વ્યવહાર કરવો, (૧૦) શંકાયુક્ત બોલવું. (૧૧) અસ્પષ્ટ બોલવું, (૧૨) સ્પષ્ટતાથી બોલવું. જે ભાષામાં અસત્ય ન હોય અને સંપૂર્ણ યા નિશ્ચય સત્ય ન હોય તે વ્યવહાર ભાષા જાણવી.
(૨૧) અલ્પબહુ ત્વ - સૌથી થોડા સત્ય ભાષક, તેથી મિશ્ર ભાષક અસંખ્યાતગણા, તેથી અસત્ય ભાષક અસંખ્યાતગણા, તેથી વ્યવહાર ભાષક અસંખ્યાતગણા અને તેથી અભાષક (સિદ્ધ તથા એકેદ્રિય) અનંતગણા.
ઇતિ ભાષાપદ સંપૂર્ણ
(૮૪) આયુષ્યના ૧૮૦૦ ભાંગા.
શ્રી પન્નવણા સૂત્રના છઠ્ઠા પદનો અધિકાર. પાંચ સ્થાવરમાં જીવો નિરંતર ઉપજે અને એમાંથી નિરંતર નીકળે. ૧૯ દંડકમાં જીવો સાંતર અને નિરંતર ઉપજે અને સાંતર તથા નિરંતર નીકળે. સિદ્ધ ભગવાન સાંતર અને નિરંતર ઉપજે પણ સિદ્ધમાંથી નીકળે નહિ. ૪ સ્થાવર સમય સમય અસંખ્યાતા જીવો ઉપજે અને અસંખ્યાતા ચવે. વનસ્પતિમાં સમય સમય અનંતા જીવો ઉપજે અને અનંતા ચવે. ૧૯ દંડકમાં સમય સમય ૧-૨-૩ યાવતુ સંખ્યાતા, અસંખ્યાતા જીવો ઉપજે અને ચવે. સિદ્ધ ભગવાન ૧-૨-૩ જાવ ૧૦૮ ઉપજે પણ ચવે નહિ.
આયુષ્ય બંધ કયારે થાય? - નારકી દેવતા અને ગલિયા, આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. શેષ જીવો બે પ્રકારે બાંધે - સોપક્રમી અને નિરૂપક્રમી. નિરૂપક્રમી તો