________________
૪૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
લેવા. ૨. નિવ્રતણાહિગરણિયા તે નવાં શસ્ત્રો બનાવી એકઠા કરે અને વેચે તેની ક્રિયા લાગે.
૩. પાઉસિયા ક્રિયા ૧ જીવ પાઉસિયા તે મનુષ્ય, પશુ આદિ કોઈ પણ જીવ પર ઈર્ષ્યા, દ્વેષ-ક્રોધ આદિ રૂપ અશુભ પરિણામ કરવાં. ૨ અજીવ પાઉસિયા તે વસ્ત્ર, ઘરેણાં, મકાન આદિ અજીવ વસ્તુ પર દ્વેષ કરવો.
૪. પારિતાવણિયા ક્રિયા. ૧ સહથ્થ પારિતાવણિયા. તે પોતાને હાથે પોતાને તથા પરને માર-પીટ કરે, કઠોર વચન કહીને દુ:ખી કરે, કષ્ટ આપે.
૨. પરહથ્થ પારિતાવણીયા. ૧ તે પરના હાથે પોતાને તથા પરને મારપીટ કરી કષ્ટ આપતાં લાગે તે.
-
૫. પાણાઈવાઈયા ક્રિયા. ૧ સહથ્થ પાણાઈવાઈયા તે પોતાનાં હાથે પોતાના (આપઘાત) તથા પરનાં પ્રાણ હરે (શિકાર ખેલે) ૨. પરહથ્થ પાણાઈવાઈયા તે પરનાં હાથે પોતાનાં તથા પરનાં પ્રાણ હરે.
૬. આરંભિયા ક્રિયા. ૧ જીવ આરંભિયા તે જીવનાં નિમિત્તે છ કાયનાં જીવોનો આરંભ - હિંસા કરે તે. ૨ અજીવ આરંભિયા તે કપડાં, કાગળ, મૃત શરીરાદિ અજીવને નષ્ટ કરવા નિમિત્તે આરંભ કરે.
૭. પરિગ્દહિયા ક્રિયા. ૧ જીવ પરિગૃહિયા તે કુટુંબ, નોકર, ગાય, ભેંસાદિ ત્રસ અને અનાજ, ફળાદિ સ્થાવર જીવોનો પરિગ્રહ મમત્વભાવથી રાખે તેની ક્રિયા લાગે. અજીવ પરિગ્દહિયા તે વસ્ત્ર, પાત્ર, આભૂષણ, મકાન આદિ અજીવનો પરિગ્રહ મમત્વ ભાવથી રાખે.
૮. માયાવત્તિયા ક્રિયા. ૧ આયભાવ વંકણયા તે પોતે માયાયુક્ત વિચાર કરે, દગાબાજી કરે અને પોતાનાં આત્માને જ છેતરે તેની ક્રિયા લાગે. ૨ પરભાવ વંણયા તે ખોટાં તોલાં,