________________
પ્રમાણનય
૫૭૫ (૪) ભાવ નિલેપ - સંપૂર્ણ ગુણ યુક્ત વસ્તુને જ વસ્તુરૂપે માનવી.
દષ્ટાંત - મહાવીર નામ તે નામ નિક્ષેપ. તે ગમે તેનું નામ રાખ્યું હોય, મહાવીર લખ્યું હોય, ચિત્ર કર્યું હોય મૂર્તિ હોય કે કોઈ ચીજ મૂકીને એને મહાવીર તરીકે કહીએ તે મહાવીરનો સ્થાપના નિક્ષેપ કેવળ જ્ઞાન થયા પહેલાંના સંસારી જીવનને કે નિર્વાણ પામ્યા બાદના શરીરને મહાવીર માનવા તે મહાવીરનો દ્રવ્ય નિક્ષેપ અને મહાવીર પોતે કેવળજ્ઞાન દર્શન સહિત બિરાજતા હોય તેમને જ મહાવીર કહેવા તે ભાવ નિક્ષેપ માનવો. એ રીતે જીવ, અજીવ આદિ સર્વ પદાર્થોનું ચાર નિક્ષેપ ઉતારી જ્ઞાન થઈ શકે.
૩. દ્રવ્ય-ગુણ-પર્યાય દ્વાર-ધર્માસ્તિકાય આદિ જેમ છ દ્રવ્ય છે; ચલન સહાય આદિ સ્વભાવ તે દરેકના જુદા ગુણ છે. અને દ્રવ્યોમાં ઉત્પા, વ્યય, ધ્રુવ આદિ પરિવર્તન થવું તે પર્યાયો છે.
દષ્ટાંત - જીવ તે દ્રવ્ય, જ્ઞાનદર્શન આદિ ગુણ, મનુષ્ય, તિયચ દેવ, સાધુ આદિ દશા તે પર્યાય સમજવી.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ દ્વાર - દ્રવ્ય તે જીવ, અજીવ આદિ; ક્ષેત્ર તે આકાશ પ્રદેશ, કાળ તે સમય, ઘડી, જાવ કાળચક્ર; ભાવ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ. જીવ, અજીવ બધા ઉપર દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ ઉતારી શકાય.
૫. દ્રવ્ય - ભાવ દ્વાર - ભાવને પ્રકટ કરવામાં સહાયક તે દ્રવ્ય છે. જેમ દ્રવ્યથી જીવ અમર શાશ્વત છે, ભાવથી અશાશ્વત છે. દ્રવ્યથી લોક શાશ્વત છે, ભાવથી અશાશ્વતો છે. એટલે કે દ્રવ્ય તે મૂળ વસ્તુ છે, સદૈવ- શાશ્વતી છે. ભાવ તે વસ્તુની પર્યાય છે, - અશાશ્વતી છે.
જેમ ભમરો લાકડું કોતરે છે તેમાં “ક” જેવો આકાર બની ગયો તે દ્રવ્ય “ક” અને કોઈ પંડિતે સમજીને “ક” લખ્યો તે ભાવ કઈ જાણવો.