________________
૫૭૬
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ૬. કારણ - કાર્ય દ્વાર • કાર્ય (સાધ્ય) ને પ્રગટ કરનાર પહોંચાડનાર તે કારણ છે. કારણ વિના કાર્ય ન થાય જેમ ઘડો બનાવવો તે કાર્ય છે, તો માટી, કુંભાર, ચાકડો આદિ કારણ અવશ્ય જોઈએ માટે કારણ મુખ્ય છે.
૭. નિશ્ચય વ્યવહાર - નિશ્ચયને પ્રકટ કરનાર તે વ્યવહાર છે. વ્યવહાર બળવાન છે. વ્યવહારથી જ નિશ્ચયને પહોંચી શકાય છે. જેમ નિશ્ચયમાં કર્મનો કર્તા કર્મ છે. વ્યવહારથી જીવ કર્મોનો કર્તા મનાય છે. જેમ નિશ્ચયથી આપણે ચાલીએ છીએ અને વ્યવહારથી કહીએ કે ગામ આવ્યું; પાણી ચૂવે તેને કહીએ કે નાળ ગૂવે છે ઇત્યાદિ.
. ૮. ઉપાદાન - નિમિત્ત - ઉપાદાન તે મૂળ કારણ જે સ્વયંકાઈ રૂપ પરિણમે. જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી અને નિમિત્ત તે સહકારી કારણો. જેમાં ઘડો બનાવવામાં કુંભાર, પાવડો, ચાકડો વગેરે. શુદ્ધ નિમિત્ત કારણ હોય તો ઉપાદાનને સાધક થાય અને અશુદ્ધ નિમિત્ત હોય તો ઉપાદાનનો બાધક પણ થાય.
૯. ચાર પ્રમાણ - પ્રત્યક્ષ, આગમ, અનુમાન અને ઉપમા પ્રમાણ. ૧. પ્રત્યક્ષના ૨ ભેદ-૧ ઇન્દ્રિય પ્રત્યક્ષ (પાંચ ઈદ્રિયોથી થતું પ્રત્યક્ષ જ્ઞાન) અને ૨ નોઇન્દ્રિય પ્રત્યક્ષ (ઈદ્રિયોની સહાય વિના માત્ર આત્મશુદ્ધતાથી પ્રત્યક્ષ જ્ઞાન થાય તે) તેના ૨ ભેદ - ૧ દેશથી તે અવધિ, મન:પર્યવજ્ઞાન અને ૨ સર્વથી તે કેવળજ્ઞાન
૨. આગમ પ્રમાણ • શાસ્ત્રવચન, આગમોની હકીક્તોને પ્રમાણ માનવી. તેનાં ૩ ભેદ. સુતાગમે, અત્યાગમે, તદુભયાગમે. ૩. અનુમાન પ્રમાણ- જે વસ્તુ અનુમાનથી જણાય છે.