________________
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
જેમ અસંખ્યાત પ્રદેશ યુક્ત ધર્માસ્તિકાય દ્રવ્ય હોય તો જ તેને ધર્માસ્તિકાય દ્રવ્ય માને. પણ ૨-૪ પ્રદેશને ધર્માસ્તિકાય ન માને. આ નય વાળાંની દૃષ્ટિ ફક્ત ઉપયોગ તરફ જ રહે.
૫૭૪
જે નયથીજ એકાંત પક્ષ ગ્રહણ કરે તે નયાભાસ (મિથ્યાત્વી) કહેવાય છે. જેમ સાત આંધળાએ ૧ હાથીના અનુક્રમે દંતશૂળ, સુંઢ, કાન, પેટ, પગ, પૂછ્યું, અને કુંભ સ્થળ પકડીને કહેવા લાગ્યા કે હાથી સાંબેલા જેવો, ગણેશ જેવો, સુપડા જેવો, કોઠી જેવો, થાંભલા જેવો, ચામર જેવો કે ઘડા જેવો છે. તો સમદષ્ટા તો બધાને એકાંતવાદી સમજી મિથ્યા માનશે, પણ બધા નયો મેળવવાથી સત્ય સ્વરૂપ થાય છે અને તેજ સમદષ્ટિ કહેવાય.
૨. નિક્ષેપ ચાર એકેક વસ્તુના જેમ અનંત નય હોઈ શકે, તેમ નિક્ષેપ પણ અનંત હોઈ શકે. પણ અહીં મુખ્ય ચાર નિક્ષેપા વર્ણવ્યા છે. નિક્ષેપા સામાન્ય રૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે. વસ્તુ તત્ત્વગ્રહણમાં અતિ આવશ્યક છે. તેના ચાર ભેદ :
·
.
(૧) નામનિક્ષેપ - જીવ કે અજીવનું અર્થ શૂન્ય યથાર્થ કે અયથાર્થ નામ રાખવું તે.
(૨) સ્થાપના નિક્ષેપ - જીવ કે અજીવની સદશ (સદ્ભાવ) કે અસદશ (અસદ્ભાવ) સ્થાપના (આકૃતિ, કે ઓઠું) કરવી તે સ્થાપના નિક્ષેપ.
(૩) દ્રવ્ય નિક્ષેપ - ભૂત અને ભવિષ્યકાળની દશાને વર્તમાનમાં ભાવશૂન્ય છતાં કહેવી માનવી; જેમ યુવરાજને કે પદભ્રષ્ટ રાજાને રાજા માનવો, કોઈના કલેવર (મડદાં) ને એના નામે જાણવું. નિક્ષેપા – કોઈ પણ એક નામવાળી વસ્તુમાં ગુણનું કે અવગુણનું અવલોકન કરીને તેનું શુદ્ઘ કે અશુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તે. કે
જેના વડે વસ્તુની વસ્તુતા સિદ્ધ થાય અથવા
પ્રમાણ
જેનાથી અર્થ, પદાર્થ જાણી શકાય તે.
W