________________
પ્રમાણ-નય
પ૭૩
સર્વ જીવોને સિદ્ધ સમ જાણે. જેમ એગે આયા આત્મા એક છે (એક સરખા સ્વભાવ અપેક્ષા). ૩ કાળ, ૪ નિલેપા અને સામાન્યને માને. વિશેષ ન માને.
(૩) વ્યવહાર નય - અંતઃકરણ (આંતરિક દશા) ની દરકાર ન કરતાં, બાહ્ય વ્યવહાર માને, જેમ જીવને મનુષ્ય, તિર્યંચ, નારક, દેવ માનવા જન્મયો, મર્યો, વગેરે. પ્રત્યેક રૂપી પદાર્થોમાં વર્ણ, ગંધ આદિ ૨૦ બોલ સત્તામાં છે પણ બાહ્ય દેખાય તેજ માને. જેમ હંસને ધોળો, ગુલાબને સુગંધી, સાકરને મીઠી માને, તેના પણ શુદ્ધ, અશુદ્ધ ૨ ભેદ, સામાન્ય સાથે વિશેષ માને, ૪ નિપા, ત્રણે કાળની વાતને માને.
(૪) ઋજુ સૂત્ર - ભૂત, ભવિષ્યની પર્યાયોને છોડી માત્ર વર્તમાન - સરળ - પર્યાયને માને. વર્તમાન કાળ, ભાવનિક્ષેપ અને વિશેષને જ માને. જેમ સાધુ છતાં ભોગમાં ચિત્ત ગયું તેને ભોગી અને ગૃહસ્થ છતાં ત્યાગમાં ચિત્ત ગયું તેને સાધુ માને.
એ ચાર દ્રવ્યાસ્તિક નય છે. એ ચારે નય સમકિત, દેશવ્રત, સર્વ વ્રત, ભવ્ય, અભવ્ય બન્નેમાં હોય પણ શુદ્ધોપયોગ રહિત હોવાથી જીવનું કલ્યાણ નથી થતું.
(પ) શબ્દ નય - સરખા શબ્દનો એકજ અર્થ કરે. વિશેષ, વર્તમાનકાળ અને ભાવનિક્ષેપને જ માને. લિંગભેદ ન માને. શુદ્ધ ઉપયોગ નેજ માને. જેમકે – શકેન્દ્ર, દેવેન્દ્ર, પુરેન્દ્ર, સૂચિપતિ એ બધાને એક માને.
(૬) સમભિરૂઢ નય - શબ્દના ભિન્ન ભિન્ન અર્થને માને, જેમ - શક્રસિંહાસન પર બેઠેલાને જ શક્રેન્દ્ર માને. એક અંશ ન્યૂન હોય તેને પણ વસ્તુ માની લે, વિશેષ ભાવનિક્ષેપ અને વર્તમાન કાળને જ માને.
(૭) એવંભૂત નય - એક અંશ પણ કમ ન હોય એને વસ્તુ માને. શેષને અવસ્તુ માને. વિશેષ, વર્તમાનકાળ અને ભાવનિક્ષેપનેજ માને.