SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૨ - શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ૧. નય - (પદાર્થોના અંશને ગ્રહણ કરે તે) પ્રત્યેક પદાર્થના અનેક ધર્મ છે અને એ દરેકને ગ્રહણ કરનાર એકેક નય ગણાય. એ રીતે અનંત નય થઈ શકે; પણ અત્રે સંક્ષેપથી ૭ નય વર્ણવાશે. નયના મુખ્ય ૨ ભેદ છે - દ્રવ્યાસ્તિક (દ્રવ્યને ગ્રહનારી) અને પર્યાયાસ્તિક (જે પર્યાયોને ગ્રહણ કરે તે). દ્રવ્યાસ્તિક નયના ૧૦ ભેદ-૧. નિત્ય, ૨. એક, ૩. સતુ, ૪. વક્તવ્ય, ૫. અશુદ્ધ, ૬. અન્વય, ૭. પરમ, ૮. શુદ્ધ, ૯. સત્તા, ૧૦. પરમ ભાવ-વ્યાસ્તિક નય. પર્યાયાસ્તિકનયના ૬ ભેદ દ્રવ્ય, દ્રવ્ય વ્યંજન, ગુણ, ગુણવ્યંજન, સ્વભાવ અને વિભાવ-પર્યાયાસ્તિક નય. આ બન્ને નયોના ૭૦૦ ભાંગા થઈ શકે છે. નય સાત - ૧. નૈગમ, ૨. સંગ્રહ, ૩. વ્યવહાર, ૪. ઋજુસૂત્ર, ૫ શબ્દ, ૬ સમભિરૂઢ, ૭ એવંભૂત નય. એમાંથી પહેલા ૪ નયોને દ્રવ્યાસ્તિક, અર્થ કે ક્રિયાનય કહે છે, અને પાછલા ત્રણને પર્યાયાસ્તિક, શબ્દકે, જ્ઞાન-નય કહે છે. હવે તેનો વિસ્તાર કહે છે. (૧) નૈગમ નય - જેનો એક ગમ) સ્વભાવ નથી, અનેક માન, ઉન્માન, પ્રમાણથી વસ્તુ માને. ત્રણે કાળ, ૪ નિલેપા, સામાન્ય, વિશેષ આદિ માને. તેના ૩ ભેદ (૧) અંશ - વસ્તુના અંશને ગ્રહીને વસ્તુ માને, જેમ નિગોદને સિદ્ધ સમાન માને. (૨) આરોપ - ભૂત, ભવિષ્ય અને વર્તમાન, ત્રણે કાળનો વર્તમાનમાં આરોપ કરે. (૩) વિકલ્પ - અધ્યવસાય ઉત્પન્ન થાય છે. એવા ૭૦૦ વિકલ્પ થઈ શકે છે. શુદ્ધ નૈગમ નય અને અશુદ્ધ નૈગમ નય એમ બે ભેદ પણ છે. (૨) સંગ્રહ નય - વસ્તુની મૂળ સત્તાને ગ્રહણ કરે. જેમ વંશલોચન - એક દવા છે.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy