________________
પ્રમાણનય
૫૭૧
જ0 અસં૦ અસંખ્યાતાની રાશિને પરસ્પર ગુણતાં આવે તેને જ પ્ર૦ અનંતા જાણવા. તેમાંથી ૨ ન્યૂન તે મ૦ અસંતુ અસંખ્યાતા અને ૧ જૂન તે ઉo અસંખ્યાતા અસંખ્યાત જાણવા.
જ૦ પ્ર૦ અનંતાની રાશિને પરસ્પર ગુણતા આવે જ0 યુ કતા અનંતા તેમાંથી બે ન્યૂનતે મ૦ પ્ર૦ અનંતા, ૧ જૂન તે ઉo V૦ અનંતા જાણવા.
જ૦ યુ૦ અનંતાને પરસ્પર ગુણે તો જ૦ અનંતાનંત થાય. તેમાંથી બે ન્યૂન તે મ૦ યુકતા અનંતા, ૧ ન્યૂન તે ઉ૦ યુકતા અનંતા જાણવા.
જઘન્ય અનંતાનંતને પરસ્પર ગુણી (વર્ગ કરી) ને જે આવે તેને મધ્યમ અનંતાનંત કહે છે. એને પરસ્પર ગુણતાં (વર્ગ કરતાં) આવે તે ઉત્કૃષ્ટ અનંતાનંત જાણવા. પણ સંસારમાં ઉત્કૃષ્ટ અનંતાનંત જેટલા કોઈ પદાર્થ નથી. તત્ત્વ કેવળી ગમ્ય.
ઇતિ સંખ્યાદિ ૨૧ બોલ સંપૂર્ણ [(૮૨) પ્રમાણ-નય.
અનુયોગ દ્વાર. શ્રી અનુયોગ દ્વાર સૂત્ર અને અન્ય ગ્રન્થોને આધારે ૨૪ દ્વાર કહેવાય છે. (૧) સાત નય, (૨) ચાર નિક્ષેપ, (૩) દ્રવ્ય, ગુણ, પર્યાય, (૪) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, (પ) દ્રવ્ય-ભાવ, (૬) કાર્ય-કારણ, (૭) નિશ્ચય-વ્યવહાર, (૮) ઉપાદાન-નિમિત્ત, (૯) ચાર પ્રમાણ, (૧૦) સામાન્ય-વિશેષ, (૧૧) ગુણ-ગુણી, (૧૨) શેય, જ્ઞાન, જ્ઞાની, (૧૩) ઉપવા, વિગમે વા, ધ્રુવે વા, (૧૪) આધેય-આધાર, (૧૫) આવિર્ભાવ તિરોભાવ, (૧૬) ગૌણતા-મુખ્યતા, (૧૭) ઉત્સર્ગ અપવાદ, (૧૮) ત્રણ આત્મા, (૧૯) ચાર ધ્યાન, (૨૦) ચાર અનુયોગ, (૨) ત્રણ જાગૃતિ, (૨૨) નવ વ્યાખ્યા, (૨૩) આઠ પક્ષ, (૨૪) સપ્તભંગી.