________________
૫૬૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ પદાર્થ વચ્ચે આવી જવાથી, અને ૨ નિર્ચાઘાત - આડા આવ્યા વિના. વ્યાઘાત અપેક્ષા જ૦ ૨૬૬ યોનું અંતર કારણ-નિષિધ, નીલવંત પર્વતનું શિખર ૨૫૦ યો છે. અને ત્યાંથી ૮-૮ યોજન દૂર જ્યો૦ ચાલે છે એટલે ૨૫૯૮ + ૮=૩૬૬. ઉ૦ ૧૨૨૪૨ યોજન કારણ મેરૂ શિખર ૧૦ હજાર યો૦ નું છે અને તેનાથી ૧૧૨૧ યો૦ દૂર જ્યો૦ વિમાનો ફરે છે. એટલે ૧૦૦૦૦+૧૧૨૧+૧૧૨૧=૧૨૨૪૨ યો૦ નું અંતર છે. અલોક અને જ્યો. દેવોનું અંતર ૧૧૧૧ યોનું મંડલાપેક્ષા અંતર મેરૂ પર્વતની ૪૪૮૮૦ યો૦ અંદરના મંડળનું અને ૪૫૩૩૦ યો૦ બહારના મંડળનું અંતર છે. ચંદ્ર ચંદ્રના મંડળને ૩૫ ૩૦૧ યો૦ નું અને સૂર્ય સૂર્યના મંડળને બે યો૦ નું અંતર છે. નિર્બાઘાત અપેક્ષા જ ૫૦૦ ધનુષ્યનું, અને ઉ૦ ૨ ગાઉનું અંતર છે.
૧૫. સંખ્યા દ્વાર - જંબુદ્વીપમાં ૨ ચંદ્ર, ૨ સૂર્ય છે. લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર, ૪ સૂર્ય છે. ઘાતકી ખંડમાં ૧૨ ચંદ્ર, ૧૨ સૂર્ય છે. કાળોદધિ સમુદ્રમાં ૪૨ ચંદ્ર, ૪૨ સૂર્ય છે. પુષ્કરાઈ દ્વીપમાં ૭ર ચંદ્ર, ૭ર સૂર્ય છે. એમ મનુષ્ય ક્ષેત્રમાં ૧૩૨ ચંદ્ર, ૧૩૨ સૂર્ય છે. આગળ પણ એ જ હિસાબે એટલે પહેલા દ્વીપ કે સમુદ્રમાં જેટલા ચંદ્ર કે સૂર્ય હોય તેહ ત્રણે ગુણીને પાછલી સંખ્યા ઉમેરવી.
દગંત - કાળોદધિ સમુદ્રના ચંદ્ર, સૂર્ય જાણવા માટે તેથી પહેલા ઘાતકી ખંડમાં ૧૨ ચંદ્ર ૧૨ સૂર્ય છે તેને ૧૨૪૩=૩૬ માં પાછલી સંખ્યા (લવણ સમુદ્રના ૪ અને જંબુદ્વીપના ૨ એમ ૪+૨=૬) ઉમેરતાં ૪૨ થયા.
૧૬. પરિવાર દ્વાર - એકેક ચંદ્ર અને એકેક સૂર્યને ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૬૯૭૫ ક્રોડાકોડ તારાનો પરિવાર છે.
૧૭. ઈન્દ્ર દ્વાર - અસંખ્ય ચંદ્ર સૂર્ય છે. તે બધા ઇન્દ્રો છે. પરંતુ ક્ષેત્ર અપેક્ષા એક ચંદ્ર ઈન્દ્ર અને ૧ સુર્ય ઇન્દ્ર છે.