________________
જ્યોતિષ દેવ
૫૫૯
વિમાન ઉપાડીને ફરે છે, તેની સંખ્યા - ચંદ્ર સૂર્યના વિમાનને ૧૬-૧૬ હજાર દેવો, ગ્રહના વિઘ્ને ૮-૮ હજાર દેવો, નક્ષત્ર વિને ૪-૪ હજાર અને તારાના વિને ૨-૨ હજાર દેવો વાક છે. તેઓ સરખે ભાગે ચારે દિશામાં મુખ રાખી પૂર્વમાં સિંહના રૂપે, પશ્ચિમમાં વૃષભ રૂપે, ઉત્તરમાં અશ્વરૂપે અને દક્ષિણમાં હાથીરૂપે દેવો રહે છે.
૧૧. માંડલા દ્વાર ચંદ્ર સૂર્ય આદિને ફરવાનો દક્ષિણાયનથી ઉત્તરાયન જવાના માર્ગને માંડલા કહે છે. માંડલાનું ક્ષેત્ર ૫૧૦ યોનું છે. તેમાં ૩૩૦ યો૦ લવણ સમુદ્રમાં અને ૧૮૦ યો૦ જંબુદ્વીપમાં છે. ચંદ્રના ૧૫ માંડલા છે તેમાંના ૧૦ લવણમાં, ૫ જંબુદ્રીપમાં છે. સૂર્યના ૧૮૪ માંડલા માંથી ૧૧૯ લવણમાં અને ૬૫ જંબુદ્વીપમાં છે. ગ્રહના ૮ માંડલામાંથી ૬ લવણમાં અને ૨ જંબુદ્વીપમાં છે. જંબુદ્રીપમાં જ્યોતિષીના જે માંડલા છે તે નિષિધ અને નીલવંત પર્વત ઉપર છે. ચંદ્રના માંડલાનું અંતર ૩૫ ૩૦/૬૧ યોનું છે. સૂર્યના માંડલા માંડલાનું અંતર બબ્બે યોજનનું છે. (આ માપ જંબુદ્વીપના છે.)
-
૧૨. ગતિદ્વાર - સૂર્યની ગતિ કર્કસંક્રાંતે (અષાઢી પૂનમે) ૧ મુહૂર્તમાં ૫૨૫૧ ૨૯/૬૧ ક્ષેત્ર તથા મકર સંક્રાંતે (પોષ પૂનમે) ૧ મુહૂર્તમાં ૫૩૦૫ ૨૯/૬૧ ક્ષેત્ર છે. ચંદ્રની ગતિ કર્ક સંક્રાંતે ૧ મુ૦ માં ૫૦૭૩ ૭૫૪/૧૩૭૨૫ અને મકર સંક્રાંતે ૫૧૨૫ ૬૯૯૦ ૧૩૭૨૫
૧૩. તાપક્ષેત્ર - કર્કસંક્રાંતે તાપક્ષેત્ર ૯૭૨૫૬ ૨૨/૬૧ અને ઊગતો સૂર્ય ૪૭૨૬૩ ૨૧/૬૧ યોજન દૂરથી દૃષ્ટિગોચર થાય છે. મકર સંક્રાંતે તાપક્ષેત્ર ૬૩૬૬૩ ૧૬/૬૧, ઊગતો સૂર્ય ૩૧૮૩૧ ૩૮/૬૧ ॥ યો૰ દૂરથી દૃષ્ટિગોચર થાય છે.
૧૪. અંતર દ્વાર અત્તર બે પ્રકારે પડે. ૧ વ્યાઘાત કોઈ
*