________________
સમ્યક પરાક્રમના ૭૪ બોલ
૫૪૧
(૧૭) ખમાવે. (૧૮) સ્વાધ્યાય કરે (૧૯) સિદ્ધાંતની વાંચણી દે. (૨૦) સૂત્ર - અર્થના પ્રશ્ન પૂછે. (૨૧) વારંવાર સૂત્રજ્ઞાન ફેરવે. (૨૨) સૂત્રાર્થ ચિંતવે. (૨૩) ધર્મકથા કહે. (૨૪) સિદ્ધાંતની આરાધના કરે. (૨૫) એકાગ્ર શુભ મનની સ્થાપના કરે. (૨૬) સત્તર ભેદે સંયમ પાળે. (૨૭) બાર ભેદ તપ કરે. (૨૮) કર્મ ટાળે. (૨૯) વિષયસુખ ટાળે. (૩૦) અપ્રતિબંધપણું કરે. (૩૧)
સ્ત્રી-પશુ-પંડગ (નપુંસક) રહિત સ્થાન ભોગવે. (૩૨) વિશેષ કરી વિષયથી નિવર્તે. (૩૩) પોતાનો તથા બીજાનો લાવેલ આહાર - વસ્ત્રાદિ ભેગા કરી વહેંચી લે તે સંભોગ; તેનું પચ્ચખાણ કરે. (૩૪) ઉપકરણના પચ્ચખાણ કરે. (૩૫) સદોષ આહાર લેવાના પચ્ચખાણ કરે. (૩૬) કષાયના પચ્ચ૦ (૩૭) અશુભ યોગના પચ્ચ૦ (૩૮) શરીર શુશ્રુષાના પચ્ચ૦ (૩૯) શિષ્યના પચ્ચ૦ (૪૦) આહાર પાણીના પચ્ચ૦ (૪૧) દિશારૂપ અનાદિ સ્વભાવના પચ્ચ૦ (૪૨) કપટાઈ રહિત યતિના વેશે અને આચારે પ્રવર્તે. (૪૩) ગુણવંત સાધુની સેવા કરે. (૪) જ્ઞાનાદિ સર્વગુણ સંપન્ન હોય. (૪૫) રાગ દ્વેષ રહિત પ્રવર્તે, (૪૬) ક્ષમા સહિત પ્રવર્તે. (૪૭) લોભરહિત પ્રવર્તે. (૪૮) અહંકારરહિત પ્રવર્તે. (૪૯) સરળ (નિષ્કપટ) પણે પ્રવર્તે. (૫૦) શુદ્ધ અંતઃકરણ (સત્યતા) થી પ્રવર્તે. (૫૧) કરણ સત્ય (સવિધિ ક્રિયાકાંડ કરતા) પ્રવર્તે. (૫૨) જગ (મન, વચન, કાયા) સત્ય પ્રવર્તે. (૫૩) પાપથી મન નિવારીને મન ગુણિપણે પ્રવર્તાવે. (૫૪) વચનગુપ્તિપણે પ્રવર્તાવે. (૫૫) કાયાને (ગુણિપણે) પ્રવર્તાવે. (૫૬) મનને સત્ય ભાવે સ્થાપવાપણે પ્રવર્તાવે. (૫૭) વચનને (સ્વાધ્યાયાદિ પર) સત્ય ભાવે સ્થાપવાપણે પ્રવર્તાવે. (૫૮) કાયાને સત્ય ભાવે પ્રવર્તાવે. (૫૯) શ્રુત જ્ઞાનાદિથી સહિત હોય. (૬૦) સમ્યકત્વ સહિત હોય. (૧૧) ચારિત્ર સહિત હોય (૬૨) શ્રોત્રેન્દ્રિય – (૬૩) ચક્ષુ ઇ0 – (૬૪) ઘાણ ઈ૦ -