________________
૫૪૦
શ્રી બૃહદ્ ા થોક સંગ્રહ અંબાડી સહિત હાથીના જેટલા શાહીના ઢગલાથી ૧ પૂર્વ લખાય, એમ ૧૪ પૂર્વ લખવા માટે કુલ ૧૬૩૮૩ હાથી પ્રમાણ શાહી જોઈએ. એટલી શાહીએ લખી શકાય એટલા જ્ઞાનને ૧૪ પૂર્વનું જ્ઞાન કહેવું.
ઈતિ ૧૪ પૂર્વનો યંત્ર સંપૂર્ણ
(૭૪) સમ્યક પરાક્રમના ૭૩ બોલ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનના આધારે.
(૧)વૈરાગ્ય તે મોક્ષ પહોંચવાની અભિલાષા. (૨) વિષય ઉપર અભિલાષા રહિતપણું. (૩) ધર્મ કરવાની શ્રદ્ધા. (૪) ગુરૂ સ્વધર્મીની સેવાભક્તિ કરવી. (૫) પાપનું આળોવવું (કહેવું). (૬) આત્મદોષની આત્મસાક્ષીએ નિંદા કરે. (૭) ગુરૂ સમીપે પાપની નિંદા કરે (૮) સામાયિક (સાવદ્ય પાપ નિવૃત્તિની મર્યાદા) કરે. (૯) તીર્થકરોની સ્તુતિ કરે. (૧૦) ગુરૂને વંદણા કરે. (૧૧) પાપ નિવર્તન પ્રતિક્રમણ કરે.
(૧૨) કાઉસગ્ન કરે. (૧૩) પ્રત્યાખ્યાન કરે. (૧૪) સંધ્યાવેળાએ પ્રતિક્રમણ કરીને નમોલ્યુમાં કહે, સ્તુતિ મંગળ કરે. (૧૫) સ્વાધ્યાયનો કાળ પ્રતિલેખે. (૧૬) પ્રાયશ્ચિત લે.