________________
૫૪૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
(૬૫) રસ ૪૦– (૬૬) સ્પર્શ ઇ૦ - નો નિગ્રહ કરે. (૬૭–૭૦) ક્રોધ, માન, માયા, લોભ જીતે, (૭૧) રાગ, દ્વેષ અને મિથ્યાત્વને જીતે. (૭૨) મન, વચન, કાયાના યોગોને રૂંધીને શૈલેષી અવસ્થા ધારણ કરે અને (૭૩) કર્મો રહિત થઈને મોક્ષ પહોંચે.
એમ આત્મા ૭૩ બોલે કરીને ક્રમશઃ મોક્ષ પહોંચીને શીતળીભૂત થાય.
ઇતિ સમ્યક્ પરાક્રમના ૭૩ બોલ સંપૂર્ણ.
(૭૫) ૧૪ રાજલોક
લોક અસંખ્યાત ક્રોડાક્રોડી યોજનના વિસ્તારમાં છે. એમાંજ પંચાસ્તિકાય ભરેલી છે. અલોકમાં આકાશ સિવાય કંઈ નથી. લોકનું પ્રમાણ બતાવવાને ‘રાજ' એવી માપની સંજ્ઞા છે.
એક ‘રાજ' (રાજુ) એટલે ? ૩,૮૧, ૧૨,૯૭૦ મણનો ૧ ભાર, એવા ૧૦૦૦ ભાર વજનના એક ગોળાને ઉંચેથી ફેંકે તે ૬ માસ, ૬ દિન, ૬ પ્રહર, ૬ ઘડી, ૬ પળમાં જેટલો નીચે આવે, તેટલા ક્ષેત્રને ૧ રાજુ કહે છે. એવા ૧૪ રાજુ લાંબો (ઊંચો) આ લોક છે. (ગ્રંથના આધારે છે.)
વળી ‘રાજના' ૪ પ્રકાર છે. (૧) ઘનરાજ = લંબાઈ, પહોળાઈ, જાડાઈ એકેક રાજુ. (૨) પરતરરાજ = ઘનરાજનો ચોથો ભાગ. (૩) સૂચિરાજ - પરતરરાજનો ચોથો ભાગ અને (૪) ખંડરાજ – સૂચિરાજનો ચોથો ભાગ.
-
-
અધોલોક ૭ રાજુ ઝાઝેરૂ જાડપણે છે. તેમાં એકેક રાજુની જાડી એવી ૭ નરક છે.