________________
૫૩૪
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ * (૩) આપુચ્છણા - ગોચરી, પડિલેહણ આદિ પોતાના સર્વ કાર્ય ગુરૂની આજ્ઞા લઈને કરે.
(૪) પડિપુચ્છણા - અન્ય સાધુઓનાં દરેક કાર્ય ગુરુની આજ્ઞા લઈને કરે.
(૫) છંદણા - આહાર પાણી ગુરૂની આજ્ઞા મુજબ વહેંચી આપે અને પોતાની ભાગે આવેલ આહાર પણ મોટાને આમંત્રીને પછી ખાય.
(૬) ઇચ્છાકાર - (પાત્રલેપાદિ) દરેક કાર્યમાં ગુરૂની ઇચ્છા પૂછીને કરે.
(૭) મિચ્છાકાર - યત્કિંચિત્ અપરાધ માટે ગુરૂ સમક્ષ આત્મનિંદા કરી “મિચ્છામિ દુક્કડ” દે.
(૮) તહકાર - ગુરુના વચનને સદા “તહર' પ્રમાણે કહીને પ્રસન્નતાથી કાર્ય કરે.
(૯) અભુઠણા - ગુરુ, રોગી, તપસ્વી આદિની અગ્લાન પણે વૈયાવચ્ચ કરે.
(૧૦) ઉપસપયા - જીવન પર્યંત ગુરુકૂળવાસ કરવો. ગુરુ આજ્ઞા મુજબ વિચરે.).
દિનકૃત્ય
ચાર પહોર દિવસના અને ચાર પહોર રાત્રિના હોય છે. દિનના કે રાતના ચોથા ભાગને પ્રહર કહેવો (તેની સમજણ આગળના યંત્રથી જાણવી)
(1) દિવસ ઉગતાંજ પહેલા પહોરના પહેલા ચોથા ભાગમાં બધા ઉપકરણોનું પડિલેહણ કરવું. (૨) ત્યારબાદ ગુરુને પૂછે કે