________________
અહોરાત્રિની ઘડીઓનો યંત્ર
૫૩૫
વૈયાવચ્ચ કરું કે સજ્ઝાય ? ગુરુ આજ્ઞા આપે તેમ ૧ પહોર પૂરો થાય ત્યાં સુધી કરે. (૩) બીજા પહોરમાં ધ્યાન (કરેલ સ્વાધ્યાયની ચિંતવના) કરે. (૪) ત્રીજા પહોરે ગોચરી કરે. પ્રાસુક આહાર લાવીને ગુરુને બતાવી, સંવિભાગ કરી, મોટેરાને આમંત્રીને આહાર કરે. (૫) ચોથા પ્રહરના ૩ ભાગ સુધી સ્વાધ્યાય કરે અને (૬) ચોથા પહોરના ચોથા ભાગમાં ઉપકરણોનું પડિલેહણ કરે તથા પરઠવાની ભૂમિ પણ પહિલેહે; ત્યારબાદ (૭) દેવસી પ્રતિક્રમણ કરે. (છ આવશ્યક કરે).
રાત્રિકૃત્ય
દેવસિ પ્રતિક્રમણ કર્યા બાદ પહેલે પહોરે અસજ્ઝાય ટાળીને સ્વાધ્યાય કરે. બીજે પહોરે ધ્યાન કરે. સ્વાધ્યાયના અર્થ ચિંતવે, ત્યારબાદ નિદ્રા આવે તો ત્રીજે પહોરે સવિધિ યત્નાપૂર્વક સંથારો સંસ્તરીને સ્વલ્પ નિદ્રા લે ૧ પહોરની નિદ્રા લઈને ચોથા પહોરની શરૂઆતમાં ઉઠવું, નિદ્રાના દોષ ટાળવા કાઉસગ્ગ કરવો, પોણા પહોર સુધી સ્વાધ્યાપ (સજ્ઝાય) કરવી. છેલ્લા (ચોથા) પહોરમાં ચોથા (અંતિમ) ભાગમાં રાઇય પ્રતિક્રમણ કરવું પછી ગુરૂવંદન કરી પચ્ચક્ખાણ કરવાં.
(૭૦) અહોરાત્રિની ઘડીઓનો યંત્ર
શ્રી ઉત્તરાધ્યયનના ૨૬ મા અધ્યયનના આધારે
૭ શ્વાસોચ્છવાસનો ૧ થોવ, ૭ થોવનો ૧ લવ, ૩૮ા લવની ૧ ઘડી (૨૪ મિનિટ), પ્રતિદિન ૨ લવને ૨ા થોવ દિવસે વધેઘટે તેનો યંત્ર