________________
૫૩૨
શ્રી બૃહદ્ ૌન શોક સંગ્રહ (૧૧) અનાથો માટે બનાવેલો આહાર લે તો (૧૨) ગૃહસ્થના આમંત્રણથી તેને ઘેર જઈ આહાર લે તો દોષ
લાગે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં બતાવેલા ૫ દોષ :(૧) મુનિ માટે આહારનું રૂપાંતર (જેમ બુંદીના લાડવા વાળીને)
કરીને દે તેવો આહાર લે તો. (૨) મુનિ માટે આહારનો પર્યાય પલ્ટીને(જેમ દહીનું રાઈતું કે
ઝેરીને) આહાર લે તો. (૩) ગૃહસ્થોને ત્યાંથી પોતાને હાથે આહાર લે તો. (૪) મુનિને માટે ઓરડા આદિની અંદરથી લાવીને આપેલો
આહાર લે તો. (૫) મધુર મધુર ખુશામતી) વચનો બોલીને આહારની યાચના કરે તો.
શ્રી નિશીથ સૂત્રમાં બતાવેલા દ દોષ :(૧) ગૃહસ્થોને ત્યાં જઈને “આ વાસણમાં શું છે? એમ પૂછી
પૂછીને અચના કરે તો. (૨) અનાથ, મજુર પાસેથી યાચીને દીનતાથી આહાર લે તો (૩) અન્યતીર્થી (બાવા સાધુ)ની ભિક્ષામાંથી યાચીને આહાર લે તો. (૪) પાસસ્થા (શિથિલાચારી) પાસેથી યાચીને ,, ,, (૫) જૈન મુનિઓની દુર્ગચ્છા કરનાર મૂળમાંથી ,, ,, ,, (૬) મકાનની આજ્ઞા દેનાર શિધ્યાંતર)ને સાથે લઈ, તેની
દલાલીથી આહાર લે તો.