________________
આહારના ૧૦૬ દોષ
૫૩૧ (૩) પુન્યાર્થ ધન – ધાન્યમાંથી બનાવેલ આહાર લે તો. (૪) જમણવાર (ઘણાં માટે ન્યાત ભોજ્ય આદિ)માંથી આહાર
લે તો. (૫) જ્યાં બહુ ભિખારી-ભોજનાર્થી - ભેગા થયા હોય તે
ઘરમાંથી આહાર લે તો. (૬) ભૂમિગ્રહ (ભોંયરાં, ઉડા ભંડકીયા)માંથી આહાર કાઢીને
આપે તે લે તો. (૭) ગરમ આહારને ફંક દઈને વહોરાવે તેવો આહાર લે તો. (૮) વીંજણાદિથી ઠંડો કરેલો આહાર લે તો - દોષ લાગે.
શ્રી ભગવતી સૂત્રમાં બતાવેલા ૧૨ દોષ :(૧) સંયોગ દોષ - આવેલ આહારને મનોજ્ઞ બનાવવા બીજી
ચીજો મેળવે (જમ દૂધ મોળું છે તેમાં સાકર આદિ) તો. (૨) દ્વેષ દોષ - નિરસ આહાર મળવાથી નફરત (ચીડ)લાવે તો (૩) રાગ દોષ - સરસ ,, ,, ખુશી (ગૃદ્ધિ)લાવે તો (૪) અધિક પ્રમાણમાં (ઠાંસીને) આહાર કરે તો. (૫) કાલાતિક્રમ દોષ-પહેલા પહોરનો (સવારમાં)લાવેલ આહાર
૪ થા પહોરે (સાંજે) આહાર કરે તો. (૬) માગતિક્રમ દોષ-બે ગાઉથી (૭ કિ.મી.) દૂર લઈ જઈને
આહાર કરે તો, (૭) સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી આહાર કરે તો. (૮) દુષ્કાળ કે અટવીમાં દાનશાળાનો આહાર લે તો. (૯) દુષ્કાળમાં ગરીબો માટે કરેલો આહાર લે તો. (૧૦) ગ્લાન-રોગી પ્રમુખ માટે ,, ,, ,