________________
પ૩૦
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ (૮) સાધુને આવતા જાણી ગૃહસ્થ સંઘટ્ટાની (સચિત્તાદિ) ચીજો
આઘી પાછી કરી હોય ત્યાંથી ગોચરી લે તો. (૯) દાન માટે બનાવેલ (૧૦) પુન્ય માટે બનાવેલ (૧૧) રાંકાભિખારી માટે બનાવેલ (૧૨) બાવા સાધુઓ માટે
બનાવેલ આહાર લે તો. (૧૩) રાજપિંડ (રાજને જમવાનો બલિષ્ટ) આહાર લે તો. (૧૪) શધ્યાંતર પિંડ - મકાનદાતાને ત્યાંથી આહાર લે તો. (૧૫) નિત્ય પિંડ – રોજ એકજ ઘરેથી આહાર લે તો, (૧૬) પૃથ્યાદિ સચિત્ત ચીજોને લાગેલો (અડેલો) આહાર લે તો. (૧૭) ઇચ્છા પૂરનારી દાનશાળાનો આહાર લે તો (૧૮) તુચ્છ વસ્તુ (થોડી ખવાય, વધુ પરઠવી પડે તેવી)
ગોચરીમા લે તો. (૧૯) આહાર દેતા પહેલાં સચિત્ત પાણીથી હાથ ધોયા હોય કે
વહોરાવ્યા પછી સચિત્ત પાણીથી હાથ ધોવે એવો આહાર લે તો. (૨૦) નિષિદ્ધ ફૂલ (મઘ-માંસાદિ અભક્ષ્ય ભોજી) નો આહાર લેતો. (૨૧) અપ્રતિતકારી સ્ત્રી - પુરૂષો દુરાચારી હોય તેવા કૂળનો)
આહાર લે તો. (૨૨) ગૃહસ્થ પોતાને ઘરે આવવાની ના કહી હોય તેવા ઘરેથી
આહાર લે તો. (૨૩) મદિરાદિ ક્લિી) વસ્તુની ગોચરી કરે તો - મહાદોષ છે.
શ્રી આચારાંગ સૂત્રમાં બતાવેલા ૮ દોષઃ (૧) મહેમાન માટે બનાવેલ આહાર, તેમના જમ્યા પહેલાં લેતો, (૨) ત્રસ જીવોનું માંસ સર્વથા નિષિદ્ધ છે તે લે તો મહાદોષ.