________________
૫૨૭
આહારના ૧૦૬ દોષ, (૧૬) અયર = ગૃહસ્થ સાધુ નિમિત્તે પોતાનો આહાર વધુ
બનાવ્યો હોય તે. (૧૭) ધાઈ દોષ = ગૃહસ્થોનાં બચ્ચાંને રમાડીને લીધેલ હોય તે. (૧૮) દુઈ દોષ = દૂતિપણુ (સમાચાર લાવવા લઈ જવા)
કરીને લીધેલ હોય તે. (૧૯) નિમિત = ભૂત ભવિષ્યના નિમિત જોષ) કહીને લીધેલ
હોય તે. (૨૦) આજીવ = જાતિ, કૂળ આદિનું ગૌરવ બતાવીને. ,, (૨૧) વાણીમગ્ર = ભિખારી માફક દીનપણે યાચીને ,, (૨૨) તિગિચ્છ = ઔષધિ (દવા) આદિ બતાવીને ,, (૨૩) કોહે = ક્રોધ કરીને, (૨૪) માણે = માન કરીને, (૨૫) માયા = કપટ કરીને, (૨૬) લોહ = લોભ કરીને લીધેલ હોય તે. (૨૭) પુવૅપચ્છ સંયુવા = પહેલાં કે પછી દાતારની સ્તુતિ કરીને લે તે. (૨૮) વિજ્જા = ગૃહસ્થોને વિદ્યા બતાવીને લે તે. (૨૯) મંત્ત = મંત્ર, તંત્રાદિ બતાવીને. (૩૦) ચૂત્ર = એક બીજા પદાર્થો મેળવવાથી થતી વસ્તુઓ
શીખવીને લે તે. (૩૧) જોગે = લેપ, વશીકરણ આદિ બતાવીને લે તે. (૩૨) મૂલકમે = ગર્ભપાત આદિની દવા ,, ,, ,, ઉપરમાંના પ્રથમ ૧૬ દોષ “ઉદ્ગમન' એટલે ભદ્રિક શ્રાવકો