________________
૫૨૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
ભક્તિને નામે અજ્ઞાન સાધુઓને લગાડે છે. પછીના ૧૬ દોષ ‘ઉત્પાત' છે. તે મુનિઓ સ્વયં લગાડે છે.
હવે ૧૦ દોષ સાધુ અને ગૃહસ્થ બન્નેના પ્રયોગે લાગે તે બતાવશે.
1
(૩૩) સંકિએ = જેમાં સાધુ કે ગૃહસ્થને શુદ્ધતા (નિર્દોષતા) ની શંકા હોય તે.
(૩૪) મંકિખએ = વહોરાવનારના હાથની રેખા કે બાલ સચિતથી ભીંજેલ હોય તો.
(૩૫) નિકિખત્તે = સચિત્ત વસ્તુ પર અચિત આહાર મૂકેલો હોય તે. (૩૬) પહિયે = અચિત વસ્તુ સચિતથી ઢાંકેલ હોય તે. (૩૭) મિસીયે = સચિત - અચિત વસ્તુ ભેગી હોય તે. (૩૮) અપરિણિયે = પૂરો અચિત આહાર ન થયો હોય તે. (૩૯) સહારિયે = એક વાસણથી બીજા (ન વપરાવાના) વાસણમાં લઈને દે તે.
(૪૦) દાયગો = અંગોપાંગથી હીન હોય એવા ગૃહસ્થથી લે કે જેથી તેને હરતાં ફરતાં દુ:ખ થતું હોય.
(૪૧) લીત્ત = તરતનું લીધેલ આંગણું હોય ત્યાંથી લે તે. (૪૨) ઇંડિયે = વહોરાવતાં વસ્તુ નીચે પડતી, ટપકતી હોય તો આવશ્યક સૂત્રમાં બતાવેલા ૫ દોષ : -
(૧) ગૃહસ્થોના દરવાજા, કમાડ ઉઘડાવીને લે તે.
(૨) ગૌ. કૂતરા આદિ માટે ઉતારેલ રોટલી પ્રમુખ લે તે. (૩) દેવ, દેવીના નૈવેદ્ય, બલિદાન માટે બનેલી ચીજ લે તે (૪) વિના દેખી ચીજ-વસ્તુ લે તે.