________________
૫૨૫
આહારના ૧૦ દોષ
(૩૧) શરીરમાં રોગાદિ થયે ગૃહસ્થોની સહાયતા લે તો
(૩૨) સચિત્ત મૂળા આદિ લીલોત્રી, (૩૩) સ.આદુ (૩૪) શેરડી, (૩૫) કન્દ, (૩૬) મૂળ, (૩૭) ફળફૂલ, (૩૮) બીજ આદિ, (૩૯) સચિત મીઠું, (૪૦) સિંધા લુણ, (૪૧) સાંભરલુણ, (૪૨) ગૂડ ખારાનું લુણ, (૪૩) સમુદ્રનું લુણ, (૪)કાળું લુણ, (સંચળ આદિ), ભોગવે(વાપરેખાય) તો અનાચાર લાગે.
(૪૫) કપડાંને ધૂપ આદિથી સુગંધી બનાવે તો અનાચાર લાગે. (૪૬) ભોજન કરીને વમન કરે તો (૪૭) વગર કારણે એનીમા લે તો , , (૪૮) વગર કારણે રેચ (જુલાબ) આદિ લે તો , (૪૯) આંખમાં આંજણ, સુરમો લગાડે તો ,, ,, (૫૦) વિના કારણે દાતણ આદિથી દાંત સાફ કરે તો. , (૫૧) શરીરને તેલ આદિ લગાડી સુંદર બનાવે તો , ,
(૫૨) શરીરની શુશ્રુષા (શોભા) અર્થે વાળ, નખાદિ ઉતારે તો અનાચાર લાગે.
એ બાવન અનાચાર દોષ ટાળીને સાધુજી સદા નિર્મળ ચારિત્ર પાળે.
ઈતિ બાવન અનાચાર સંપૂર્ણ (૬૮) આહારના ૧૦૬ દોષ. મુનિ ૧૦૬ દોષ ટાળીને ગોચરી કરે. તે જુદા જુદા સૂત્રોના આધારે જાણવા. આચારાંગ, સૂયગડાંગ તથા નિશીથ સૂત્રના આધારે ૪૨ દોષ કહે છે :