________________
૫૨૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૧૧) ગૃહસ્થના વાસણમાં ભોજન કરે તો. (૧૨) રાજપીંડ (બલિષ્ટ) આહાર લે તો. (૧૩) દાનશાળામાંથી આહારાદિ લે તો. (૧૪) શરીરનું વિનાકરણ મદન કરે કરાવે તો. (૧૫). વિના કારણે આંગળીથી દાંત ધૂએ તો. (૧૬) ગૃહસ્થોને સુખશાતા પૂછી ખુશામત કરે તો. (૧૭) દર્પણ (કાચ) માં આંગોપાંગ નીરખે તો. (૧૮) ચોપાટ, શેતરંજ આદિ રમત રમતો, જુગાર કે સટ્ટો
કરે તો. . (૧૯) ટાઢતડકા માટે છત્ર (છત્રી આદિ) રાખતો (૨૦) રોગનો સાવદ્ય ઈલાજ કરે તો (૨૧) પગરખાં, મોજ આદિ પગમાં પહેરે તો (૨૨) અગ્નિકાય આદિનો આરંભ (તાપ આદિ) કરે તો (૨૩) મકાનની આજ્ઞા દેનારને ત્યાંથી (શવ્યાન્તર) વહોરે તો (૨૪) ગૃહસ્થોને ત્યાં ગાદી તકીયાદિ આસને બેસે તો (૨૫) ગૃહસ્થોને ત્યાં પલંગ, ખાટ આદિ પર બેસે તો (૨૬) વિનાકારણે ગૃહસ્થોને ત્યાં બેસીને કથાદિ કરે તો (૨૭) વિના કારણે શરીર પીઠી, માલિસ આદિ કરે તો અનાચાર
લાગે. (૨૮) ગૃહસ્થ લોકોની વૈયાવચ્ચ, સેવા કરતો (૨૯) પોતાની જાતિ કૂળ આદિ બતાવીને આજીવિકા કરે તો (૩૦) પૂર્ણ રીતે પકવેલું નથી તેવાં અનકે પાણી ભોગવેતો.