________________
બાવન અનાચાર
૫૨૩
૨ વચનગુપ્તિના ૪ ભેદ - (૧) દ્રવ્યથી ચાર વિકથા ન કરે. (૨) ક્ષેત્રથી આખા લોકમાં. (૩) કાળથી જાવજીવ સુધી. (૪) ભાવથી સાવદ્ય (રાગદ્વેષ, વિષયકષાય યુકત) વચન ન બોલે.
કાયગુપ્તિ ના ૪ ભેદ- (૧) દ્રવ્યથી શરીરની શુશ્રુષા (શોભા) ન કરે. (૨) ક્ષેત્રથી આખા લોકમાં, (૩) કાળથી જાવજીવ સુધી, (૪) ભાવથી સાવદ્ય યોગ (પાકારી કાર્ય) ન પ્રવર્તાવે (ન સેવન કરે.)
ઇતિ અષ્ટ પ્રવચન સંપૂર્ણ. (૭) બાવન અનીયાર
શ્રી દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનનો અધિકાર
(૧) મુનિને માટે જ તૈયાર થયેલ આહાર, વસ્ત્ર, પાત્ર, કે મકાન ભોગવે તો.
(૨) મુનિને માટે જ ખરીદેલ આહાર વસ્ત્ર, પાત્ર કે મકાન ભોગવે તો
(૩) હંમેશાં એક ઘરનો આહાર ભોગવે તો.
(૪) સામે લાવેલો આહાર ભોગવે તો.
(૫) રાત્રિભોજન કરે તો.
(૬) દેશ સ્નાન કે સર્વ સ્નાન (શરીર લૂઈને કે પૂરી રીતે ન્હાવું તે) કરે તો.
(૭) સચિત્ત અચિત્ત પદાર્થોની સુગંધી લે તો.
(૮) ફૂલ વગેરેની માળા પહેરે તો.
(૯) પંખા, વીંજણાથી પવન ઢોળે (હવા ખાય) તો. (૧૦) તેલ, ઘી આદિ આહારનો સંગ્રહ કરે તો.