________________
૫૨૨
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ કાષ્ટ તુમ્બી કે માટીનાં પાત્ર, ૧ આસન, ૧ સંસ્તારક (રા હાથ લાંબું બિછાવવાનું કપ. તથા જ્ઞાન, દર્શન ચારિત્ર વૃદ્ધિ નિમિત્ત જરૂરી વસ્તુઓ. (ક્રમશઃ અનુક્રમથી પ્રતિલેખન કરે) :
(૧) દ્રવ્યથી ઉપરનાં ઉપકરણો યત્નાથી લે, મૂકે અને વાપરે. (૨) ક્ષેત્રથી વ્યવસ્થિત રાખે, જ્યાં ત્યાં વીંખણ પીંખણ ન રાખે.
(૩) કાળથી બન્ને વખત (૧ લા, ૪થા પહોરમાં) પડિલેહણ પુંજણ કરે. પહેલા પહોરના પહેલા ચોથા ભાગે અને ચોથા પહોરના છેલ્લા ચોથા ભાગે કરે.
(૪) ભાવથી મમતા રહિત-સંયમ સાધન સમજીને ભોગવે.
(૫) ઉચ્ચાર પાસવણ ખેલ જલ સિંઘાણ પારિથ્રાવણીયા સમિતિ ના ૪ ભેદ. (૧) દ્રવ્યથી મલમૂત્રાદિ ૧૦ પ્રકારના સ્થાન પર પરઠે નહિ. (૧ માણસોની આવજા થતી હોય ત્યાં, ૨ જીવની ઘાત થાય ત્યાં, ૩ વિષમ ઊંચી નીચી-ભૂમિપર, ૪ પોલી ભૂમિપર, ૫ સચિત્ત ભૂમિપર, ૬ સાંકડી (વિશાળ નહિ) ભૂમિમાં, ૭ તરતની અચિત્ત ભૂમિપર, ૮ નગરગામની નજીકમાં, ૯ લીલ ફુગ હોય ત્યાં, ૧૦ જીવોનાં બીલ (દર) હોય ત્યાં ન પર). (૨) ક્ષેત્રથી વસ્તીને દુર્ગછા થાય ત્યાં કે જાહેર રસ્તા પર ન પડે (૩) કાળથી પરઠણ ભૂમિને કાળોકાળ પડિલેહી, પુંજીને પરઠે. (૪) ભાવથી પરઠવા નીકળે ત્યારે આવસ્યહી ૩ વાર કહે. પરઠતાં પહેલાં શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા માગે. ચાર આંગુલ ઉપરથી યત્નાપૂર્વક પરઠે. પરઠતાં વોસિરે ૩ વાર કહે. પરઠીને આવતાં નિસ્સહી ૩ વાર કહે. જલ્દી સુકાઈ જાય તેમ પરઠે.
હવે ત્રણ ગુણિના ચાર ચાર ભેદ બતાવે છે? - -
મનગુપ્તિના ૪ ભેદ - (૧) દ્રવ્યથી આરંભ સમારંભમાં મન ન પ્રવર્તાવે. (૨) ક્ષેત્રથી આખા લોકમાં (૩) કાળથી જાવજીવ સુધી (૪) ભાવથી વિષયકષાય, આર્ત, રૌદ્ર, રાગદ્વેષમાં મન ન પ્રવર્તાવે.