________________
અષ્ટપ્રવચન
૫૨૧
ક્ષેત્ર, કાળ, ભાવથી. દ્રવ્યથી છકાય જીવોની યત્ના કરી ચાલે. ક્ષેત્રથી ધુંસરી (કા હાથ) પ્રમાણ જમીન આગળ જોતાં ચાલે, કાળથી દિવસે અને ભાવથી રસ્તે ચાલતાં ૧૦ બોલ વર્જીને ચાલે તે વાંચન, પૂછવું, પર્યટણા, અનુપ્રેક્ષા, ધર્મકથા આદિ ન કરે, તેમજ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્ધાદિ વિષયમાં ધ્યાન ન દે.
૨. ભાષા સમિતિ - ના ૪ ભેદ. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, (૧) દ્રવ્યથી ૮ પ્રકારની ભાષા (કર્કશ, કઠોર, છેદકારી, ભેદકારી, માર્મિક, મૃષા, સાવદ્ય, નિશ્ચયકારી) ન બોલે. ક્ષેત્રથી રસ્તે ચાલતાં ન બોલે. (૩) કાળથી ૧ પહોર રાત્રિ વીત્યા બાદ જોરથી ન બોલે. (૪) ભાવથી રાગદ્વેષ યુક્ત ભાષા ન બોલે.
૩. એષણા સમિતિ - ના ચાર ભેદ દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી, ભાવથી. (૧) દ્રવ્યથી- ૪૨ (૧૬ ઉગમનાં, ૧૬ ઉત્પાદનો, ૧૦ એષણાના) તથા ૯૬ દોષ ટાળીને નિર્દોષ આહાર પાણી, વસ્ત્ર, પાત્ર, મકાનાદિ યાચે (ગ્રહ). (૨) ક્ષેત્રથી-૨ ગાઉ ઉપરાંત લઈ જઈને આહાર પાણી ન ભોગવે. (૩) કાળથી - પહેલા પહોરનાં આહાર પાણી ચોથા પહોરમાં ન ભોગવે (૪) ભાવથી-માંડલાના ૫ દોષ (સંયોગ, અંગાલ, ઘૂમર, પરિમાણ, કારણ) ટાળીને અનાસકતપણે ભોગવે.
૪. આદાન ભંડ મત્ત નિકખેવણિયા સમિતિ-મુનિઓના ઉપકરણ આ પ્રમાણે- ૧ મુહપત્તિ, ૧ ગુચ્છો, ૧ રજોહરણ, ૧ ચોલપટો (૫ હાથ), ૩ ચાદર (પછેડી) (સાધ્વી ૪ પછેડી રાખે),
* સ્વાદ ખાતર બીજી વસ્તુ ભેળવવી તે, ૧. વખાણ કરીને ખાવું, ૨. વખોડીને ખાવું, ૩. ભૂખથી ઓછું ખાવું, ૪. ભૂખ વગર ખાવું.
નોટઃ એષણા ત્રણ પ્રકારનીઃ (૧) આહારાદિ ગ્રહણ કરતાં પહેલા શુદ્ધિ અશુદ્ધિ જોવી તે ગવેષણષણા. (૨) આહારદિ ગ્રહણ કરતી વખતે શુદ્ધિ અશુદ્ધિની સાવધાની રાખે તે ગ્રહઔષણા (૩) આહારાદિ ભોગવતી વખતે શુદ્ધિ અશુદ્ધિનું ધ્યાન રાખે તે પરિભોગૈષણા.."