________________
નવ તત્ત્વ
૩૩
કર્મનો સ્વભાવ છે, અનંત અવ્યાબાધ સુખને ટાળવાનો વેદનીય કર્મનો સ્વભાવ છે, સમ્યક્ત્વ તથા ચારિત્રને ટાળવાનો મોહનીય કર્મનો સ્વભાવ છે, અક્ષય સ્થિતિને ટાળવાનો આયુ કર્મનો સ્વભાવ છે, અમૂર્તતાને ટાળવાનો નામ કર્મનો સ્વભાવ છે, આત્માના અગુરૂ લઘુ ગુણને ટાળવાનો ગોત્ર કર્મનો સ્વભાવ છે અને અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ તથા અનંત વીર્યને એટલેકે અનંતરાય ગુણ ટાળવાનો અંતરાય કર્મનો સ્વભાવ છે.
૨ સ્થિતિ - બંધ
જેમ તે જ લાડવાને પક્ષ, માસ, બે માસ, ત્રણ માસ તથા ચાર માસ સુધી રહેવાને કાળનું માપ છે, તેમ કોઈક કર્મની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટી સીતેર ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ હોય, તે સ્થિતિની વચમાં જે કર્મ જેટલી રહેવાની સ્થિતિએ બાંધ્યું હોય તે કર્મ જેટલો કાળ રહે તેને કાળનું અવધારણ એટલે નિશ્ચય કરવા રૂપ સ્થિતિ બંધ કહીયે.
-
૩ અનુભાગ - બંધ
તે જ લાડવો કોઈ મીઠો હોય, કડવો હોય અને કોઈ તીખો હોય તેમજ કોઈક લાડવાનો એકઠાણીઓ રસ હોય, કોઈનો બેઠાણીઓ રસ હોય, ઇત્યાદિ અનેક પ્રકારે અલ્પવિશેષ હોય છે; તેમ કોઈ કર્મનો શુભ, તીવ્ર, મંદ વિપાક હોય છે અને કોઈ કર્મનો અશુભ, તીવ્ર, મંદ વિપાક હોય છે. જેમ શાતાવેદનીયાદિકમાં કોઈકનો અશુભ ૨સ અલ્પ હોય અને કોઈકનો અશુભ રસ ઘણો હોય, તેને ત્રીજો અનુભાગ બંધ કહીયે. ૪ પ્રદેશ - બંધ
તે જ લાડવો કોઈ અલ્પ દળથી થયો હોય, કોઈ બહુ દળથી થયો હોય અને કોઈ બહુતર દળથી થયો હોય તેમ કોઈ