________________
૩૨
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ગુર્નાદિકને પૂછવું. ૩ શિખેલું ફરી સંભારવું. ૪ ધારેલું ચિંતવન કરવું, ૫ ધર્મ સંબંધી કથા કહેવી તથા ઉપદેશ કરવો એ પાંચ ભેદ. ૫ ધ્યાન – આર્ત, રૌદ્ર, એ બે ધ્યાન ટાળી ધર્મ અને શુકલ એ બે ધ્યાનથી મનની એકાગ્રતાએ અવલંબન કરવું. ૬ કાઉસ્સગ્ન - કાયા હલાવવી નહિ. તે કાઉસ્સગ્ગ દ્રવ્ય તથા ભાવે એ બે ભેદ છે. એ છ ભેદને સમ્યક દૃષ્ટિ જીવ તપ કરી માને. એમ બાર પ્રકારના તપે કરી નિર્જરા તત્ત્વ કહ્યો. ઇતિ નિર્જરાતત્ત્વ
આત્માના પ્રદેશોને કર્મ પુદુગળનાં દળ ખીર નીરની પેઠે, લોહપિંડ અગ્નિની પેઠે, લોલીભૂત થઈ બંધાય તેને બંધતત્ત્વ કહીએ.
બંધતત્ત્વના ચાર ભેદ કહે છે. ૧ પ્રકૃતિબંધ - કર્મનો સ્વભાવ તથા પરિણામ. ૨ સ્થિતિ બંધ - જે કર્મની જેટલી સ્થિતિ છે તે. ૩ અનુભાગબંધ - કર્મનો તીવ્ર મંદાદિ રસ પરિણામરૂપ. ૪ પ્રદેશ બંધ - કર્મ પુદ્ગળના પ્રદેશ. ચાર પ્રકારનો બંધ લાડવાને દષ્ટાંતે કહે છે.
૧ પ્રકૃત્તિ બંધ સુંઠ પ્રમુખ પદાર્થ નાખી લાડવો કર્યો હોય તે વાયુ રોગનો નાશ કરે છે. જીરૂં પ્રમુખ ટાઢી વસ્તુ નાખી લાડવો કર્યો હોય તે પિત્તરોગનો નાશ કરે છે, ઈત્યાદિક જે દ્રવ્યના સંયોગે કરી તે લાડવો નીપજ્યો હોય તે દ્રવ્યના ગુણાનુસાર તે લાડવો વાત, પિત્ત તથા કફાદિક રોગનો નાશ કરે છે તે તેનો સ્વભાવ જાણવો. તેમ જ્ઞાનાવરણીય કર્મનો જ્ઞાન અપહારક સ્વભાવ છે. સામાન્ય ઉપયોગરૂપ જે દર્શન તેને નાશ કરવાનો દર્શનાવરણીય