________________
૩૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
કર્મ પુદ્ગળનાં દળ થોડાં હોય છે અને કોઈનાં વધારે હોય છે. તેનું પરિમાણ તે પ્રદેશ બંધ.
આઠ કર્મ ઉપર પ્રકૃતિ તથા સ્થિતિ
૧. જ્ઞાનાવરણીય કર્મ - આંખના પાટા સમાન, તેની પાંચ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટી ત્રીશ ક્રોડાક્રોડી સાગરોપમની.
૨. દર્શનાવરણીય કર્મ પોળીઆ સમાન, તેની નવ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટી ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની.
-
૩. વેદનીય કર્મ મધે તથા અફીણે ખરડયા ખડગ સમાન, તેની બે પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય ૨ સમયની, ઉત્કૃષ્ટી ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની.
-
૪. મોહનીય કર્મ – મદિરાના નશા સમાન, તેની અઠાવીશ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટી સીતેર ક્રોડાક્રોડી સાગરોપમની.
૫. આયુષ્યકર્મ - હેડ સમાન, તેની ચાર પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટી તેત્રીસ સાગરોપમની.
ત્રણ
૬. નામકર્મ ચિતારા સમાન, તેની એકસો પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય આઠ મુહૂર્તની, ઉત્કૃષ્ટી વીશ ક્રોડાક્રોડી સાગરોપમની.
-
૭. ગોત્રકર્મ - કુંભારના ચાકડા સમાન, તેની બે પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય આઠ મુહૂર્તની, ઉત્કૃષ્ટી વીસ ક્રોડાક્રોડી
સાગરોપમની.
૮. અંતરાય કર્મ - ભંડારી સમાન, તેની પાંચ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટી ત્રીસ ક્રોડાક્રોડી સાગરપમની.