________________
૫૧૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
અને ૭ મુનિ વૈયાવચ્ચ કરે. તપશ્ચર્યા, ઉનાળે ૧-૨-૩ ઉપવાસ, શિયાળે ૨-૩-૪ ઉપવાસ, ચોમાસે ૩-૪-૫ ઉપવાસ આ ચારિત્ર છેદોસ્થાપનિય વાળાનેજ હોય છે તેના બે ભેદ નિવિર્શમાનક (તપ કરનાર) અને નિર્વિશકાયિક (વૈયાવચ્ચ કરનાર). એમ ૧૮ માસ તપ કરીને જિનકલ્પી થાય અથવા ફરી ગુરૂકુલવાસ સ્વીકારે. અથવા પરિહાર વિશુદ્ધ કલ્પ ફરી ચાલુકરે.
૪ સૂક્ષ્મ સંપરાય ચારિત્રના ૨ ભેદ (૧) સંકલેશ પરિણામ ઉપશમશ્રેણીથી પડનારા, (૨) વિશુદ્ધ પરિણામઉપશમ કે ક્ષપક શ્રેણી પર ચડનારા.
૫ યથાખ્યાત ચારિત્રના ૨ ભેદ - (૧) ઉપશાંત વીતરાગી ૧૧ મા ગુણસ્થાનવાળા. (૨) ક્ષીણ વીતરાગીના ૨ ભેદ-છદ્મસ્થ અને કેવળી (સયોગી તથા અયોગી).
૨. વેદ દ્વાર સામા., છેદોપ. વાળા સવેદી (૩ વેદ) તથા અવેદી (૯ મા ગુણ૦ અપેક્ષા), પરિ-વિ, પુરુષ વેદી કે પુરુષ નપુંસક વેદી. સૂક્ષ્મ સં૦ અને યથા૦ અવેદી.
૩. રાગ દ્વાર ૪ સંયતિ સરાગી અને યથાખ્યાત સંયતિ વીતરાગી.
-
૪. કલ્પ દ્વાર - કલ્પના પાંચ ભેદ છે તેની વિગત
૧ સ્થિત કલ્પ નિયંઠામાં બતાવેલા ૧૦ કલ્પ, પહેલા તથા છેલ્લા તીર્થંકરના શાસનમાં હોય.
૨ અસ્થિત કલ્પ ૨૨ તીર્થંકરના સાધુઓમાં તથા પાંચ મહાવિદેહક્ષેત્રમાં હોય. ૧૦ કલ્પમાંથી શમ્યાંતર, વ્રત, કૃતકર્મ અને પુરૂષ જ્યેષ્ટ એ ચાર તો સ્થિત છે અને વસ્ત્ર કલ્પ, ઉદેશિક આહાર કલ્પ, રાજપીંડ, માસકલ્પ, ચાતુર્માસિક કલ્પ અને
-