________________
૫૧૧
સંજયા (સંયતિ)
(૫) સંજયા (સંયતિ).? શ્રી ભગવતીજી સૂત્રના શતક ૨૫ માના ઉદ્દેશા ૭ માનો અધિકાર.
સંયતિ ૫ પ્રકારના - (તેના ૩૬ દ્વાર નિયંઠા માફક જાણવા) ૧ સામાયિક ચારિત્રી, ૨ છેદોપસ્થાપનીય ચારિત્રી, ૩ પરિહાર-વિશુદ્ધ ચારિત્રી, ૪ સૂક્ષ્મ સંપરાય ચારિત્રી અને ૫ યથાખ્યાત ચારિત્રી.
૧. સામાયિક ચારિત્રીના ૨ ભેદ - (૧) સ્વલ્પ કાળના પ્રથમ અને ચરમ તીર્થંકરના સાધુઓ હોય છે. જ. ૭ દિન, મધ્યમ ૪ માસ, ઉ૦ ૬ માસની કાચી દીક્ષાવાળા. (૨) જાવજીવના - ૨૨ તીર્થકરના, મહાવિદેહ ક્ષેત્રના અને પાકી દીક્ષા લીધેલા સાધુઓ. (સામાયિક ચારિત્ર લીધેલા).
૨ છેદોપસ્થાપનીય (બીજી વાર નવી દીક્ષા લીધેલા) સંયતિના ૨ ભેદ - (૧) સાતિચાર - પૂર્વ સંયમમાં દોષ લાગવાથી નવી દીક્ષા લે તે (૨) નિરતિચાર - શાસન કે સંપ્રદાય બદલીને ફરી દીક્ષા લે જેમ પાર્શ્વજિનના સાધુ મહાવીર પ્રભુના શાસનમાં દીક્ષા લે તે.
૩ પરિહારવિશુદ્ધ ચારિત્ર-૯-૯ વર્ષના ૯ જણ દીક્ષા લે. ૨૦ વર્ષ ગુરૂકૂલ વાસ કરીને જવ. નવ પૂર્વની ત્રીજી આચાર વત્યુ ઉ.૧૦ પૂર્વ ભણે પછી ગુરૂ આજ્ઞાએ વિશેષ ગુણપ્રાપ્તિ માટે નવેય સાધુઓ પરિહારવિશુદ્ધ ચારિત્ર લે. તેમાંના ૪ મુનિ છ માસ સુધી તપ કરે, ૪ મુનિ વૈયાવચ્ચ કરે અને ૧ મુનિ વ્યાખ્યાન વાંચે. બીજા છ માસમાં ૪ વૈયાવચ્ચી મુનિ તપ કરે, ૪ તપ કરનારા વૈયાવચ્ચ કરે, ૧ મુનિ વ્યાખ્યાન વાંચે. અને ત્રીજા છ માસમાં ૧ વ્યાખ્યાન વાંચનાર તપ કરે. ૧ વ્યાખ્યાન વાંચે