________________
નિયંઠા
૫૦૩
પુલાક=સ્થિત, અસ્થિત, અને સ્થવિર કલ્પી હોય. બકુશ અને પડિસેવણા નિયંઠામાં કલ્પ ૪, સ્થિતિ, અસ્થિત, સ્થવિર અને જિનકલ્પી.
કષાયકુશીલમાં ૫ કલ્પ-ઉપરના ૪ અને કલ્પાતીત. (છદ્દસ્થ તિર્થંકર અપેક્ષા)
નિગ્રંથ અને સ્નાતક-સ્થિત, અસ્થિત અને કલ્યાતીતમાં હોય.
૫. ચારિત્ર દ્વાર - ચારિત્ર ૫ છે. ૧ સામાયિક, ૨. છેદોપસ્થાપનીય, ૩ પરિહાર વિશુદ્ધ, ૪ સૂક્ષ્મ સંપરાય અને ૫. યથાખ્યાત. પુલાક, બકુશ, પડિસેવણામાં પહેલાં બે ચારિત્ર. કષાયકુશીલમાં ૪ ચારિત્ર અને નિગ્રન્થ, સ્નાતકમાં યથાખ્યાત યારિત્ર હોય.
૬. પડિસેવણા દ્વાર - મૂળગુણ પડિo (મહાવ્રતમાં દોષ) અને ઉત્તરગુણ પડિ૦ ૧૦ પચ્ચખાણ આદી ઉત્તર ગુણમાં દોષ લગાડે. પુલાક, પડિસેવણામાં મૂળગુણ ઉત્તર ગુણની બંને પડિસેવણા. બકુશ ઉત્તરગુણ પ્રતિસેવી, મૂળગુણ અપ્રતિસવી. શેષ ત્રણ નિયંઠા અપડિલેવી (વ્રતોમાં દોષ ન લગાડે).
૭. જ્ઞાન દ્વાર - પુલાક, બકુશ, પડિસેવણા નિયંઠામાં બે જ્ઞાન, કે ત્રણ જ્ઞાન. કષાયકુશીલ અને નિગ્રન્થમાં ૨-૩-૩-૪ જ્ઞાન, અને સ્નાતકમાં કેવળજ્ઞાન. શ્રુતજ્ઞાન આશ્રી-પુલાકને જ0 ૯ મા પૂર્વની ત્રીજી આચાર વત્યુ સુધી ઉ. ૯ પૂર્વ પૂર્ણ. બકુશ અને પડિસેવાને જ૦ ૮ પ્રવચન, ઉ. દશ પૂર્વ. કષાય કુશીલ તથા નિગ્રન્થ જ૦ ૮ પ્રવચન માતા ઉ૦ ૧૪ પૂર્વ. સ્નાતક સૂત્ર વ્યતિરિકત.
૮. તીર્થદ્ધાર-પુલાક, બકુશ, પડિસેવણા તીર્થમાં હોય, શેષ